શિયાળાનો પ્રારંભ થતાં જ તલની સાની સાવરકુંડલાની બજારમાં વેચાણ અર્થે જોવા મળે છે. આમ તો તલને ઘાણીમાં પીલીને એની સાથે દેશી ગોળ મિકસ કરીને એ તલના તેલથી લચપચતી તલની સાની આરોગવાની મજા જ કંઈ ઓર હોય છે. એ સાની ઉપર ટોપરાનો ભૂક્કો, કાજુ બદામ, ટુટીફુટી, ચેરી સાથે પણ તલની સાની શિયાળાનું વસાણું કહેવાય છે. હાલ તલ મોંઘા હોય સફેદ તલની એક કિલો સાનીના ૨૦૦ રૂપિયા જ્યારે કાળા તલની સાનીના ભાવ સફેદ તલની સાની કરતાં થોડા વધુ હોય છે. જો કે આયુર્વેદિક દ્રષ્ટિએ કાળા તલ વધુ ગુણકારી હોય છે. અને સાવરકુંડલા શહેરમાં આવેલ આગવાન વાળાની તલની સાની ખૂબ જ વખણાય છે અહીંથી છેક મુંબઈ અમદાવાદ વસતાં સાવરકુંડલાવાસીઓ પણ મંગાવતાં જોવા મળે છે.
પ્રસ્તુત તસવીરમાં તલની સાની લાઈવ બનતી જોઈ શકાય છે.. કહેવાય છે કે શિયાળામાં તલની સાની ખાવાથી શરીરમા અનોખી ઉર્જા અને ચેતનાનો આવિર્ભાવ થાય છે. આમ પણ શિયાળો એટલે ભરપેટ આવા સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક વસાણાં આરોગવાનો શ્રેષ્ઠ સમય..એટલે સાની ખાવ અને શરીરને આરોગ્યપ્રદ બનાવો.


















Recent Comments