લેન્ડ, લેબર અને કેપિટલ.
આ ત્રણ મુખ્ય ” ફેક્ટર ઓફ પ્રોડક્શન ગણાતા આવીયા છે.સૈકાઓથી.
આમાં” લેબર” ,ક્રિકેટમાં ” મિડલ સ્ટમ્પ ” જેટલું મહત્વનું.કારણકે સૌ પહેલા તો લેન્ડ અને કેપિટલ સજીવ ફેક્ટર નથી.જ્યારે ” લેબર” સજીવ ફેક્ટર છે.અને આ સજીવ ફેક્ટર જ દુનિયા ચલાવે છે.લેબર વગર ” લેન્ડ ” અને ” કેપિટલ” વગર ઉત્પાદને બિન ઉત્પાદક પડ્યું રહે.અને ખેતીનું આ સજીવ આજનું આપડું ફેક્ટર ઓફ પ્રોડક્શન એટલે ” ભાગીયા.
આમ તો કટાક્ષમાં કહીએ તો ” અ – ભાગિયા”!
કમનસીબી કેટલી ? પરાવલંબન કેટલું? વતન છોડી,ઉપર આભને નીચે ધરતી! રાત્રિના ઘોર અંધકાર ! જંગલ વિસ્તારમાં! જંગલી પશુ ઓ સંતાનોને ” કાચે કાચા ” ખાઈ જાય! મોત જળુંબે માથે!
પણ કરે તો કરે પણ શું?
પેલા હિન્દી ફિલ્મી ગીત માફક…….
દુનિયા મેં હમ આયે હૈ તો જિના હી પડે ગા!
જીવન હૈ અગર ઝહર તો પીના હી પડેગા!
આવા અભાગિયા એવા આપણા ભાગીયાને ૩૩% નાણા ( જેટલા ખેડૂત ને મળે તેના) તો મળવા જ જોઈએ.સરકારે આપવાજ પડે.
નહીંતર?
નહીંતર શું?
મતો પણ ગુમાવવાના.
અને સરકારને હાઈ કોર્ટમાં પણ ઢસડી જાય આ વખતે તો વિરોધ પક્ષ તો ય તૈયારી રાખવાની.
” વિસાવદર વાળી” શબ્દના જનેતા! વિજયી લોક પ્રતિનિધિ શ્રી ……પોતે સારા વકીલ પણ છે. અને ” ઉઘાડા પગે” ચાલી સરકારનો આભાર માનવાની જાહેર પ્રતિજ્ઞા પણ કરી ચૂક્યા છે.તે અને ચૈતર વસાવા જેવા નેતા કે ભાજપના જ તે વિસ્તારના રાજકીય નેતા અને ચૂંટાયેલા લોકપ્રતિનિધિ સરકારને આ મુદ્દે ભીડવવામાં કાંઈ બાકી રાખશે ખરા?
સરકાર ” પડે એવા દેવાશે” મા રાચી નહીં શકે. આ સમસ્યાથી મોઢું સંતાડશે તો ” શાહમૃગ” ગણાશે.ધારોકે સરકાર રાહત જાહેર કરી નાણા ખેડુતને ” ડી.બી.ટી.” થી રાતોરાત ચૂકવી પણ દેશે.( ચૂકવવા પડશે જ ,એમાં મીન મેખ નથી) તો શું આમ આદમી/ કોંગ્રેસ / વિરોધ પક્ષો ના કિસાન આંદોલનનું ” સુરસુરિયું” થઈ જાશે?બિલકુલ નહીં ,
તો ” અ ભાગીયા ” ” ભાગીયા” મેદાને આવશે .અને ભૂતકાળમાં જેમ આ ભાગિયાના ( બાળકોના માનવભક્ષી પ્રાણીઓથી રક્ષણ કરવા/ જો જંગલ ખાતું ન કરી શકે તો) રખોપાં માટે સહકાર શિરોમણી દિલીપભાઈએ બે નાળી બંધુક ઉઠવાનું જાહેર કરેલ.તેમ કોઈ નેતા ભાગીયા માટે ગુજરાત સરકાર સામે ” બહારવટું” ખેડે તો નવાઈ નહીં!
પછી કેતા નહીં ” ઇન્ટેલિજન્સ ફેઇલર”!

















Recent Comments