સમગ દેશ અને રાજ્ય ને આઘાત પહોચાડનાર ધોરણ ૧૦ માં ભણતા વિદ્યાર્થીની હત્યા કેસમાં ફસાયેલી સેવન્થ ડે સ્કૂલ પર હવે વધુ એક સંકટ આવ્યું છે જેમાં, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (છસ્ઝ્ર)ની તપાસમાં આ સ્કૂલ દ્વારા જમીનના લીઝ કરારનો ગંભીર ભંગ થયો હોવાનું બહાર આવ્યું છે, જેના પગલે છસ્ઝ્ર કડક કાર્યવાહી કરવાની તૈયારીમાં છે.
આ સમગ્ર મામલે મીડિયા સુત્રો થકી પ્રાપ્ત માહિતી અનુસાર, છસ્ઝ્રએ શૈક્ષણિક હેતુ માટે જે પ્લોટ ફાળવ્યો હતો, તે શરત મુજબ એજ્યુકેશન ટ્રસ્ટના નામે હોવો જાેઈતો હતો. જાેકે, સ્કૂલ સંચાલકોએ આ પ્લોટ કંપનીના નામે લીધો હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત, પ્લોટનો ઉપયોગ નિયમો વિરુદ્ધ થયો છે અને પ્લાન પાસ કરાવ્યા વિના ગેરકાયદે બાંધકામ પણ કરવામાં આવ્યું છે. અને ત્યારે બાદ ઈમ્પેક્ટ ફી પણ ભરી દીધી હતી. આ તમામ ગેરરીતિઓ જમીનના મૂળ લીઝ કરારનો ભંગ ગણાય છે.
આ ગંભીર કાયદાકીય ભંગના કારણે હવે છસ્ઝ્ર દ્વારા સ્કૂલ સામે કડક પગલાં લેવામાં આવશે. નિયમ મુજબ, આવા સંજાેગોમાં ડીડ રદ કરવા અને પોલીસ ફરિયાદ સહિતની કાનૂની કાર્યવાહીની જાેગવાઈ છે. આ મામલો અત્યંત ગંભીર બન્યો છે, કારણ કે સંચાલકોએ સરકારી નિયમોની અવગણના કરીને જાહેર હેતુ માટે ફાળવાયેલી જમીનનો દુરુપયોગ કર્યો છે.
છસ્ઝ્રએ સ્કૂલ પાસે માગી આ વિગતો
છસ્ઝ્ર દ્વારા આ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે સ્કૂલ સંચાલકો પાસેથી અનેક દસ્તાવેજાેની માગણી કરવામાં આવી છે, જેમાં નીચેની મુખ્ય વિગતોનો સમાવેશ થાય છે:
- સ્કૂલની ધો.૧થી૧૨ની મંજૂરીના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ
- વર્ગ વધારો હોય તેની પ્રમાણિત નકલ
- આસીએસઈ બોર્ડ સાથે જાેડાણ મેળવવા ગુજરાત સરકારની મેળવેલ એનઓસીની નકલ
- સ્કૂલનું બીયુ પરમિશન અને રજા ચિઠ્ઠી
- સ્કૂલ મકાન તેમજ રમત ગમત મેદાનની માલિકી કે ભાડા કરારની પ્રમાણિત નકલ
- સ્કૂલના મકાનના તમામ ફ્લોરવાઈઝ સમક્ષ સત્તામંડળે માન્ય કરેલા નકશા
- સ્કૂલનું ટ્રસ્ટ ડીડ
- શાળાના પીટીઆરની નકલ
- એસીએસઈ બોર્ડ સાથેનું એફિલિએશન સર્ટિફિકેટ
- સ્કૂલના તમામ બિલ્ડીંગની ફાયર એનઓસી
- સ્કૂલમાં ચાલતા તમામ ધોરણોની વર્ગવાર વિદ્યાર્થી સંખ્યા
- સ્કૂલના શિક્ષકોની લાયકાત સાથેની યાદી
- શિક્ષકોના પગારની એકાઉન્ટ નંબર સાથેની વિગતો
- સ્કૂલ કેમ્પસમાં ચાલતી કોલેજાેની માન્યતાના આધારો
- કેમ્પસમાં આવેલ કોલેજની માન્યતા માટે આસીએસઈ બોર્ડ કે ગુજરાત બોર્ડ પાસેથી એનઓસી લીધી હતી કે નહીં.

















Recent Comments