કેન્દ્રીયરેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન અંગે મોટી અપડેટ આપી છે. વૈષ્ણવે જણાવ્યું હતું કે, ભારતની પ્રથમ બુલેટ ટ્રેન સેવા ખૂબ જ ટૂંક સમયમાં શરૂ થશે અને તેનાથી મુંબઈ અને અમદાવાદ વચ્ચેનો પ્રવાસ સમય બે કલાક અને સાત મિનિટનો થઈ જશે.
બુલેટ ટ્રેન મુંબઈ અને અમદાવાદ વચ્ચે 508 કિમીનું અંતર કાપશે. તે મુંબઈના બાંદ્રાકુર્લાકોમ્પ્લેક્સ (BKC) વિસ્તારથી શરૂ થશે અને ગુજરાતમાં વાપી, સુરત, આણંદ, વડોદરા અને અમદાવાદને જોડશે. તે 320 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે. મુંબઈમાં આ ટ્રેન મુંબઈ, થાણે, વિરાર અને બોઈસર સ્ટેશને ઊભી રહેશે.
ગુજરાતમાં સાબરમતી, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરુચ, સુરત, બિલિમોરા અને વાપીખાતેનાસ્ટેશનોનાસ્ટ્રક્ચરલના કામ પૂર્ણ થઈ ચૂક્યા છે. અને હાલ આંતરિક સજાવટ અને સ્ટેશન સુવિધાઓ જેવી કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
રાજ્યના 8 સ્ટેશનો શહેરની સાંસ્કૃતિક ઓળખ દર્શાવે તે રીતે ખાસ ડિઝાઇન કરવામાં આવી રહ્યા છે. ઊર્જા ઉત્પન્ન કરવા માટે કેટલાક સ્ટેશનો પર સોલારપેનલોલગાવવામાં આવી રહી છે, પ્લેટફોર્મ વિસ્તારોમાં પૂરતો કુદરતી પ્રકાશ અને હવાની અવરજવર રહેશે. ભૂગર્ભ જળ રિચાર્જિંગકૂવામાંથી વરસાદી પાણી સંચય માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. પાણીનું પુનઃચક્રણ કરવા ગટરના પાણીની શુદ્ધિકરણ માટે (એસટીપી) પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવી રહ્યા છે.
મુસાફરી કરતા લોકોની સુવિધા માટે દરેક સ્ટેશન પર લિફ્ટ અને એસ્કેલેટરલગાવવામાં આવી રહ્યા છે. આરામદાયક બેઠકો, બિઝનેસ ક્લાસ લાઉન્જ, નર્સરી અને બાળક સંભાળ સુવિધાઓ સાથે ખાદ્ય કિઓસ્ક, રિટેલ કાઉન્ટર અને અન્ય મુસાફર સેવાઓ ઉપલબ્ધ રહેશે.ખાસ કરીને અમદાવાદ, વડોદરા, સાબરમતી અને સુરત ખાતેનાસ્ટેશનોનેમલ્ટીમોડલટ્રાન્સપોર્ટહબ તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે. જેથી બુલેટ ટ્રેન, રેલવે, મેટ્રો ટ્રેન, બસ, ટેક્સી, ઓટો અને અન્ય સ્થાનિક પરિવહન વચ્ચે કનેક્ટિવિટી રહેશે. જેથી ટ્રાન્ઝિશનનો સમય ઓછો થશે, જે પ્રવાસને વધુ ઝડપી, સુરક્ષિત અને સુવિધાજનક બનાવશે. મુસાફરોની સુવિધા માટે તમામ સ્ટેશનો પર પાર્કિંગ જગ્યાઓ પણ વિકસાવવામાં આવી રહી છે. આ સ્ટેશનો મુસાફરોનાઅનુભવમાં નવા માપદંડો સ્થાપિત કરશે.
Recent Comments