ભાવનગર ડિવિઝનના ભાવનગર ટર્મિનસથી હૈદરાબાદ સુધી ‘સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન‘ ચલાવવાનો ર્નિણય કર્યો છે. ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર માશૂક અહમદના જણાવ્યા અનુસાર , ટ્રેન નંબર ૦૭૦૬૨ ભાવનગર-હૈદરાબાદ સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી દર રવિવારે સવારે ૧૦.૧૫ કલાકે ઉપડશે અને બીજા દિવસે સોમવારે બપોરે ૧૬.૪૫ કલાકે હૈદરાબાદ સ્ટેશન પહોંચશે.
આ ટ્રેન ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી ૦૬.૦૪.૨૦૨૫થી ૦૧.૦૬.૨૦૨૫ સુધી ચાલશે. એ જ રીતે ટ્રેન નંબર ૦૭૦૬૧ હૈદરાબાદ-ભાવનગર સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન હૈદરાબાદ સ્ટેશનથી દર શુક્રવારે ૧૯.૦૦ કલાકે ઉપડશે અને રવિવારે સવારે ૦૫.૫૫ કલાકે ભાવનગર ટર્મિનસ સ્ટેશન પહોંચશે. આ ટ્રેન હૈદરાબાદ સ્ટેશનથી ૦૪.૦૪.૨૦૨૫થી ૩૦.૦૫.૨૦૨૫ સુધી ચાલશે.
આ ટ્રેનમાં સેકન્ડ એસી, સ્લીપર અને જનરલ કોચ હશે. આ ટ્રેન રૂટમાં સિહોર, સોનગઢ, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, સાબરમતી, વડોદરા, સુરત, નંદુરબાર, ભુસાવલ, અકોલા, વાશીમ, હિંગોલી, બસમત, પૂર્ણા જંકશન, નાંદેડ, મુદખેડ જંકશન, બાસર, નિઝામાબાદ, કામારેડ્ડી, મેડચલ અને સિકંદરાબાદ સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે. ટ્રેન નંબર ૦૭૦૬૨ માટે ટિકિટ બુકિંગ ૦૪.૦૪.૨૦૨૫ (શુક્રવાર)થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને ૈંઇઝ્ર્ઝ્ર વેબસાઈટ પર ખુલશે. આ ટ્રેનના સ્ટોપેજ, સંરચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને વેબસાઈટ ુુુ.ીહૂેૈિઅ.ૈહઙ્ઘૈટ્ઠહટ્ઠિૈઙ્મ.ર્ખ્તદૃ.ૈહ ની મુલાકાત લઈ શકે છે.
હવે ભાવનગર ટર્મિનસથી હૈદરાબાદ સુધી ‘સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન‘

Recent Comments