ગુજરાત

NSUI દ્વારા અમદાવાદ યુનિવર્સિટીમાં બી.કોમ અને બીબીએ સહિતના અભ્યાસક્રમની ફીમાં થયેલા નોંધપાત્ર વધારા સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન

અમદાવાદ યુનિવર્સિટીમાં ફી વધારા મામલે દ્ગજીેંૈં દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. બીકોમ અને બીએ જેવા કોર્ષની વાર્ષિક ફી ૪.૬૦ લાખ રાખવામાં આવતા અગાઉ ૨૪ કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. તેમ છતાં માગણી ન સ્વીકારવામાં આવતા આજે (૫ ઓગસ્ટ) દ્ગજીેંૈંના કાર્યકરોએ ફરીથી અમદાવાદ યુનિવર્સિટીમાં ધસી ગયા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં જવાબ આપવા આવેલા રજિસ્ટ્રારને ઘેરી કાર્યકરોએ ધક્કે ચડાવ્યા હતા. જે બાદ પોલીસે કાર્યકરોની અટકાયત કરવાનું શરૂ કર્યું હતું. થોડીવાર માટે યુનિવર્સિટીનું કેમ્પસ યુદ્ધનું મેદાન હોય તેવાં દૃશ્યો સર્જાયાં હતાં. બીજી તરફ મોંઘી ફી અંગે યુનિવર્સિટીના કોમ્યુનિકેશન ઓફિસરે અટપટું કારણ આપ્યું છે.

રાજ્યની સરકારી યુનિવર્સિટીમાં બીકોમ, બીએ જેવા સામાન્ય કોર્ષની વાર્ષિક ફી ૫થી ૬ હજાર રૂપિયા છે. જ્યારે અમદાવાદ યુનિવર્સિટીમાં આ પ્રકારના કોર્ષની વાર્ષિક ફી ૪.૬૦ લાખ રાખવામાં આવી છે. જેને લઇને દ્ગજીેંૈં દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. આજથી પાંચ દિવસ પહેલાં દ્ગજીેંૈંએ યુનિવર્સિટીને ૨૪ કલાકમાં ફી ઘટાડવાનું અલ્ટિમેટમ આપ્યું હતું. આ સાથે સરકારને પણ ખાનગી યુનિવર્સિટીમાં હ્લઇઝ્ર લાગુ કરવા માગ કરી હતી. આગાઉ આપેલું અલ્ટિમેટમ પૂર્ણ થતાં દ્ગજીેંૈંના કાર્યકરો યુનિવર્સિટીઓ પહોંચ્યા હતા. જ્યાં સિક્યોરિટી દ્વારા મુખ્ય ગેટને બંધ કરી દેવામાં આવ્યો હતો.

દ્ગજીેંૈંના કાર્યકરો યુનિવર્સિટીના ગેટ પર બેસી ગયા હતા. આ સાથે સિક્યોરિટી ગાર્ડે ગેટ પર સાંકળ મારીને કાર્યકરોને ગેટ કૂદતા રોક્યા હતા. કાર્યકરોએ છલાંગ લગાવી યુનિવર્સિટીમાં કૂદતા કાર્યકરો અને સિક્યોરિટી ગાર્ડ વચ્ચે ઘર્ષણ થયું હતું. જે બાદ દ્ગજીેંૈંના કાર્યકરોએ ગેટની સાંકળ તોડીને યુનિવર્સિટીમાં પ્રવેશ કર્યો હતો અને અંદર જઈને ધરણાં પર બેઠા હતા. આ દરમિયાન જવાબ આપવા આવેલા રજિસ્ટ્રારને ઘેરી યુનિવર્સિટીમાંથી બહાર ધક્કે ચઢાવ્યા હતા.

Related Posts