ગુજરાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાતે NTPCના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ગુરદીપસિંઘ

મુખ્યમંત્રીશ્રીની સૌજન્ય મુલાકાત નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન – NTPCના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી ગુરદીપસિંઘે ગાંધીનગરમાં લીધી હતી.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમા ગુજરાત રિન્યુએબલ એનર્જી તથા ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં દેશમાં અગ્રેસર રાજ્ય છે તે સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રી સાથેની આ સૌજન્ય મુલાકાત બેઠકમાં NTPCના ચેરમેનશ્રીએ રિન્યુએબલ એનર્જી, ગ્રીન હાઈડ્રોજન, ન્યુકિલિયર અને પમ્પ્ડ સ્ટોરેજ સહિતના ક્ષેત્રે NTPC અને ગુજરાત વચ્ચે પરસ્પર હિતના પ્રોજેક્ટ્સમાં રહેલી સહયોગની તકો વિસ્તારવા અંગે ચર્ચા પરામર્શ કર્યા હતા.

મુખ્યમંત્રીશ્રી સાથેની આ મુલાકાતમાં NTPCની સબસિડિયરી NTPC ગ્રીન એનર્જી લીમિટેડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી સરિત મહેશ્વર અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ જોડાયા હતા.

Related Posts