વર્ષ ૧૯૪૭ પહેલા સાવરકુંડલા નગરપાલિકા દ્વારા અમલ માં આવી તે સમયે ભાવનગર મહારાજ શ્રી કૃષ્ણકુમારસિંહજીએ સાવરકુંડલા ની જગ્યા ટોટલ માલિકી હક્ક નગરપાલિકાને આપેલ ત્યાર બાદ સાવરકુંડલા કોંગ્રેસ શાસિત નગરપાલિકા દ્વારા લોકોને સનદ અને લેખ થી નજીવા લતાદર લઈને NTR ની શરતો નાખી વેચાણ થી આપી હતી, ત્યાર બાદ પાલિકા દ્વારા ૧૯૮૩ આસપાસ ઘણા એવા પ્લોટો છે. જેમાં લતાદર પ્રમાણે ચોરસ વારના ૨૫ રૂપિયા જેવી નજીવી કીમત વસુલ લઇ વેચાણ હક્કમાં ફેરવી મંજુરી આપવામાં આવેલ.
ત્યારે હજી ઘણાએવા પ્લોટો છે,જેમાં NTR ની શરત દુર થયેલ નથી, જેના અનુસંધાને હાલ ની ભાજપ સાશિત પાલિકા દ્વારા તારીખ ૨૦/૦૭/૨૦૨૨ ની સ્થાનિક દૈનિક પ્રકાશ પ્રિન્ટ નામની પત્રિકા માં એક જાહેરાત આપી, લોકોને જાણ કરેલ કે, જે લોકો પાસે NTR ના પ્લોટ હોય તેઓએ દિવસ ૧૫ માં નગરપાલિકા માં ફોર્મ ભરી જવા તાકીદ કરવામાં આવેલ છે. અને તેમાં જણાવેલ કે, નગરપાલિકા દ્વારા નક્કી થયા મુજબની રકમ વસુલ લઈને વેચાણ હક્ક માં ફેરવી આપવામાં આવશે. તો નગરપાલિકા દ્વારા એક વાર પૈસા લઇ પ્લોટ નું વેચાણ કરવામાં આવેલ છે
તો આ બીજીવાર શરત ફેરવવામાં નજીવા લતાદર લઇ શરત ફેરવી આપવવાની હોય નહિ કે મસમોટી રકમો લેવાની જેથી કરીને આવા પ્લોટ ધારકો પાસેથી કોઈ મોટી રકમ વસુલ કરવામાં ના આવે અને લતાદર પ્રમાણે ચોરસ વાર ના ૨૫ થી ૩૦ રૂપિયા લેખે રકમ લઇ અને NTR ની શરત હટાવી વેચાણ હકમાં ફેરવી આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવેલ છે.
અને જો પાલિકા દ્વારા પોતાની મનમાની કરી બહુમતી સભ્યોના જોરે જનરલ સભામાં ખોટા ઠરાવો પાસ કરી આવા નાના માણસો પાસેથી મસમોટી રકમ વસુલવાનું ઠરાવી ને જો મોટી રકમ લેવામાં આવશે. તો લોકોના હિત માટે અને ખોટી રીતે મસમોટી રકમ વસુલીને વેચાણ હક્કમાં ફેરવી ની તજવીજ નગરપાલિકા દ્વારા કરવામાં આવશે તો લોકોના ન્યાય માટે કોર્ટ નો આશરો લેવામાં આવશે તેવી અંતમાં ચીમકી પણ ઉચારેલ છે.આમ ધારાસભ્ય શ્રી દ્વારા લોકોના ન્યાય હિત માં કલેકટર શ્રી અમરેલી અને નગરપાલિકા ના સતાધીશો અને ચીફ ઓફિસર ને પત્ર પાઠવવામાં આવેલ છે.

















Recent Comments