fbpx
અમરેલી

 “નુરો ગાય અને પીરો વખાણે”  ભારત સરકાર નું બજેટ મહિલા અને ખેડૂત વિરોધી પૂર્વ સાંસદ ઠુંમર

અમરેલી ભારત સરકારનું કેન્દ્રીય બજેટ નિર્મલાજી સીતારમન એ આજે રજુ કર્યું છે તે ખેડુતોને બરબાદ કરનારૂં બજેટ છે તેવા પ્રત્યાઘાત સાથે પુર્વ સાંસદશ્રી વિરજીભાઇ ઠુંમરે જણાવ્યું હતું કે, ખેડુતોને કર્જ કરવાની ૩ લાખ થી ૫ લાખ સુધીની છુટ આપવામાં આવી છે વ્યાજ અને સબસીડી જમાં અપાતી નથી, બે-ત્રણ વર્ષથી બાકી કોઇ નવી સબસીડીની જાહેરાત નથી. MSP વધારવાની વાત નથી, ખાતરના ભાવ સતત દિન-પ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે ખેડુતોનું આ સરકાર શું કરવા માંગે છે? ખેડુત, આદિવાસી, મધ્યમવર્ગ ગરીબવર્ગને સીધો ફાયદો થતો હોય તેવું કયાંય દેખાતુ નથી અને છતા પણ નિર્મલાજી અને ભાજપ પક્ષ “નુરો ગાય અને પીરો વખાણે” તેવાજ ગાણા ગાવાના છે. મહિલા અને વિકલાંગ માટે કોંગ્રેસ દરેક બજેટમાં કંઈક ને કંઈક આપવા માટેની અત્યાર સુધીની પ્રણાલી રહી છે પણ નિર્મલાજી સીતારમનનું ભાજપની જેમ મહિલા વિરોધી વલણ દેખાઇ રહ્યું છે, યુવાનો અને બેરોજગાર તેમજ મજુરવર્ગ માટે કશું નહી આપવાની તેમની દાનત અને પુંજીપતિઓને લીલા લહેર છતાપણ IT સેકટરના શેર આજ વેચવાલી વધી છે તો મને લાગે છે IT ને બદલે આ જુના યુગમાં લઈ જવા માટેની ભાજપની શુભ શરૂઆત હોય તેવું દેખાઇ રહ્યું છે. ધર્મના નામે લોકોને ડરાવી ધમકાવી કુંભના મેળાની વાહ-વાહી કરી રહ્યાં છે ત્યારે એ કુંભમાં કેટલા લોકો મોતને ઘાટ ઉતર્યાં છે તે સરકારને કેમ સીધું દેખાતું નથી? કોંગ્રેસ સરકાર સમયે બજેટની સતત લોકો રાહ જોતા, આજે લોકોને પણ વિશ્વાસ રહ્યો નથી ત્યારે બજેટ બાબતમાં નાનો વર્ગ બજેટ આવવાનું છે કેમ એ પણ તેમને ખબર રહી નથી. ઉદ્યોગપતિઓના ફાયદા માટે આકડા બોલી અંગ્રેજીમાં કરોડો રૂપિયાની વાત કરનારા નિર્મલાજી લોકોનું જીવન ધોરણ સરખું ચાલે તેની વાત કરવાને બદલે દેશને સતત નાનાવર્ગને, મધ્યમવર્ગને, ગરીબ અને મજુરવર્ગને ભીસમાં લેવા માટેનો આ તેમનો પ્રયાસ હોઈ તેવું લાગી રહ્યું છે. આટલું ખરાબ બજેટ મારા જાહેરજીવનમાં પ્રથમ વખત દેખાઇ રહ્યું છે, ત્યારે આ દેશને ભગવાન ભરોસે ગરીબવર્ગ, મધ્યમવર્ગ અને મજુરવર્ગને છોડી દેવાની આ ભાજપની નીતિ ખુલ્લી પડી ગઈ છે. તેમશ્રી ઠુંમરે જણાવ્યું હતું.

તેમજ વધારામાં પેટ્રોલ-ડીઝલ માટે એક શબ્દ પણ ઉચાર્યો નથી, રીલાયન્સ અને પ્રાઇવેટ કંપનીઓના જે પંપો ચાલે છે તેને ફાયદો આપનારૂં બજેટ હોય તેવું દેખાઇ રહ્યું છે. સરકારી ઓઇલ કંપનીઓ ટુક સમયમાં વહેચવા માટેનું સરકારનું આયોજન હોય તેવું લાગી રહ્યું છે. ૧૨ લાખની ઇન્કમટેક્ષમાં રાહત આપવાની બજેટમાં જે વાત કરી છે પરંતુ જયારે ટેક્ષ ભરવા જશે ત્યારે જ આટાપાટાનો ખ્યાલ આવશે, હાલ તો વાહ-વાહી લુંટવાનું હોય તેવું દેખાઇ રહ્યું છે. તેમશ્રી ઠુંમરે અંતમાં જણાવ્યું હતું.

Follow Me:

Related Posts