અમરેલી

કુંકાવાવના મોટા ઉજળા ગામે તા.૯મી ઓક્ટોબરે પોષણ સંગમ જાગૃતિ દિવસ ઉજવાશે

અમરેલી તા.૮ ઓક્ટોબર, ૨૦૨૫ (બુધવાર)  કુંકાવાવના મોટા ઉજળા ગામે આવતીકાલ તા.૯મી ઓક્ટોબરે વિકાસ સપ્તાહ અંતર્ગત પોષણ સંગમ જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવશે.  દીપચંદ ગાર્ડી હાઇસ્કુલ ખાતે સગર્ભા બહેનો, ધાત્રી માતા, કિશોરીઓ, આગેવાનો વગેરેની ઉપસ્થિતિમાં THR – મિલેટ્સમાંથી બનેલી પોષણક્ષમ વાનગીઓનું નિદર્શન કરવામાં આવશે. આ સાથે બાળકોને પોષણક્ષમ આહાર માટેની કીટનું પણ વિતરણ કરવામાં આવશે. આમ, પોષણક્ષમ વાનગીઓના નિદર્શન દ્વારા પોષણ અંગેની  સમજ વ્યાપક બને તે માટે  જનજાગૃતિ પ્રયાસ કરવામાં આવશે.

Related Posts