અમરેલી

ધારી આઈ.સી.ડી.એસ વિભાગ દ્વારા પોષણ વાનગી ઉત્સવની ઉજવણી કરવામાં આવી

ધારી આઈ.સી.ડી.એસ વિભાગ દ્વારા પોષણ વાનગી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ સ્પર્ધામાં ટેક હોમ રાશનમાંથી બનતી વાનગીઓ અને મિલેટ આધારિત વાનગીઓ માટે કુલ  ૩૬ સ્પર્ધકો દ્વારા ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

શ્રેષ્ઠ વાનગી બનાવનાર  પ્રથમ, દ્રિતીય અને તૃતીય નંબર આપી વિજેતા બહેનોને મહાનુભાવોના વરદ હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમા પ્રથમ ક્રમે ગાયત્રીબા જાડેજાને પ્રમાણપત્ર અને ઇનામો આપી સન્માનિત કરાયાં હતાં.

કાર્યક્રમમાં મંચસ્થ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત પી.ઓ.શ્રી,દક્ષાબેન ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા પંચાયત આઈ.સી.ડી.એસ.સેલના પ્રોગ્રામ ઓફિસરશ્રી, યોજનાના કર્મચારીશ્રી, DC/DPA શ્રી, ફાલ્ગુની યાદવ, શ્રી, ઉદય વાવડીયા  દ્રારા જિલ્લા કક્ષાની વાનગી સ્પર્ધા યોજાઈ જેમા ટેક હોમ રાશનમાંથી બનતી વાનગીઓ અને મિલેટ આધારિત વાનગીઓ માટે કુલ  ૩૬ સ્પર્ધકો દ્વારા ઉત્સાહ પૂર્વક ભાગ લીધો.

સાથો સાથ તેમણે જણાવ્યું કે, આજે જે ધાન્ય વિસરાઈ ગયા છે તે જ ધાન્ય આપણા વડિલો આહારમાં લેતાં હતા જેના કારણે તેમનું દિર્ધ આયુષ્ય જળવાઈ રહેતું હતું. અત્યારના સમયમાં જે પ્રકારના આહાર લેવામાં આવે છે, તે મુજબ તંદુરસ્તી જોખમાવાની સાથે શરીર અનેક બિમારીઓથી ઘેરાય છે. મિલેટ્સને રોજિંદા જીવનમાં પ્રધાન્ય આપવા પર વિશેષ ભાર મુક્યો હતો.

પોષણ ઉત્સવમાં ટેક હોમ રાશનમાંથી બનતી વાનગીઓ માટે કુલ ૭૮ વાનગી બનાવવામાં આવેલ હતી  અને મિલેટ (શ્રીઅન્ન) આધારિત વાનગીઓ માટે કુલ ૭૮ સ્પર્ધકો એ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન હાંસલ કરનાર વિજેતાઓને પ્રમાણપત્ર અને ઇનામો એનાયત કરાયા હતા.

આ પ્રસંગે જિલ્લા પ્રોગામ ઓફિસરશ્રી દક્ષાબેન ભટ્ટએ જણાવ્યું કે, પૌષ્ટિક વાનગી સ્પર્ધાનો હેતુ પૌષ્ટિક આહાર પ્રત્યે જાગૃતિ ફેલાવવાની સાથોસાથ આરોગ્યપ્રદ ખાદ્યપદાર્થોના યોગ્ય ઉપયોગને પ્રોત્સાહન આપવાનો પણ છે. ટેક હોમ રાશન (માતૃશક્તિ, બાલશક્તિ અને પૂર્ણાશક્તિ), મિલેટસ (શ્રી અન્ન) અને સરગવામાંથી બનતી પોષણયુક્ત વાનગીઓ અંગેની જાગૃતિને શૈક્ષણિક માધ્યમ થકી છેવાડાના લોકો સુધી વ્યાપક રીતે પહોંચાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે  અમરેલી જિલ્લા પંચાયત કચેરીના તમામ સી.ડી.પી.ઓ.શ્રી મુખ્ય સેવિકાઓ બહેનો, ઓફિસ સ્ટાફ અને આંગણવાડી કાર્યકર બહેનો એ ભારે જહેમત ઉઠાવી હતી તેમજ તમામ બહેનો એ રાસ ગરબા રમી કાર્યક્રમ પૂર્ણ જાહેર કર્યો હતો, તેમ આઇ.સી.ડી.એસ અમરેલીની એક યાદીમાં જણાવાયું છે.

Related Posts