અમરેલી

દામનગર લુહાર સમાજ વાડી ખાતે પોષણ સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

દામનગર લુહાર સુથાર સમાજ વાડી ખાતે પોષણ સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

લાઠી આઇસીડીએસ શાખાના દામનગર શહેર ના તમામ વર્કર બહેનો દ્વારા પોષણ સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં thr/ મિલેટ્સ માંથી બનાવેલ વાનગી નિદર્શન,પૂર્વ પ્રાથમિક શિક્ષણ કીટ નું નિદર્શન કરવામાં આવેલ તે ઉપરાંત આજના કાર્યક્રમમાં અનેક સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણી તેમજ સગર્ભા ધાત્રી માતાઓ અતિ કુપોષિત બાળકો તેમના વાલીઓ વગેરે લાભાર્થીઓએ બહેનો બોહળી સંખ્યામાં હાજરી આપી.આ તમામ લાભાર્થીઓને પોષણ અંગે માર્ગદર્શન આપવામાં આવેલ તેમજ icds વિભાગની વિવિધ યોજના અંગે પણ માહિતી આપવામાં આવેલ મુખ્ય મહેમાનો ના વરદહસ્તે તમામ સગર્ભા માતાઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવેલ અને જેના ઉપયોગ દ્વારા કુપોષણ નાબૂદી અંગે માહિતગાર કરવામાં આવેલ.આજના આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન આંગણવાડી વર્કર બહેનો દ્વારા કરવામાં આવેલ.તેમ સંચાલક રેખાબેન ની યાદી માં જણાવ્યું હતું

Related Posts