ભાવનગર

મેદસ્વિતા : રોજિંદા ખોરાકની થાળીથી શરૂ થતી તંદુરસ્તીની સફર

આજના ઝડપી જીવનમાં લોકોની દોડધામ એટલી વધી ગઈ છે કે, જમવાનું એ જરૂરિયાતથી વધુ,
સમય બચાવવાની સ્પર્ધા બની ગઈ છે. જંક ફૂડ, બહારના ખોરાક અને અનિયમિત ભોજનની આદતને
કારણે લોકો ધીમે ધીમે મેદસ્વિતા, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને હ્રદયરોગ જેવા ગંભીર રોગો તરફ ધકેલાઈ
રહ્યા છે. પરંતુ જો ખોરાકને દવા તરીકે જોવામાં આવે, તો અનેક રોગોથી બચી શકાય છે.
તંદુરસ્ત જીવનની શરૂઆત આપણા રોજિંદા ખોરાકની થાળીમાં જ છુપાયેલી છે. સંતુલિત ખોરાક
એટલે શરીરને જરૂરી તત્વોનું યોગ્ય પ્રમાણમાં સંયોજન. શરીરની ઉર્જા માટે અનાજ (કાર્બોહાઇડ્રેટ),
શરીરની વૃદ્ધિ અને સ્નાયુ માટે દાળ, દૂધ, પનીર (પ્રોટીન), રોગપ્રતિકારક શક્તિ માટે તાજા શાકભાજી અને
ફળો (વિટામિન અને ફાઈબર), શરીર માટે જરૂરી ચરબી માટે ઘી, તેલ (સ્વસ્થ ચરબી) જેવા તમામ તત્ત્વો
યોગ્ય પ્રમાણમાં રોજના ખોરાકની થાળીમાં સામેલ થાય, તો શરીરનું સંતુલન જળવાઈ રહે છે અને
મેદસ્વિતામ આપમેળે કાબૂમાં આવે છે.
મેદસ્વિતાનું મોટું કારણ છે અતિ ખાવું અને ખોટું ખાવું. જ્યારે શરીરને જરૂર કરતાં વધુ કેલરી મળે
છે, ત્યારે એ ચરબી રૂપે સંગ્રહિત થાય છે. ખોરાક ક્યારે અને કેવી રીતે લેવાય છે એ પણ તંદુરસ્તી પર
અસર કરે છે. ખોરાક સારી રીતે ચાવવાથી પાચન સરળ બને છે. નિયમિત સમય પર ખોરાક લેવાથી શરીર
સંતુલિત રહે છે. ભોજન દરમિયાન પાણી પીવાથી પાચન રસ નબળો બને છે. રાત્રે હળવું ખાવાથી ઊંઘ
દરમિયાન પાચન સરળ રહે છે. આ સરળ નિયમો અપનાવવાથી શરીરનું વજન પણ કાબૂમાં રહે છે અને
આરોગ્ય પણ જળવાય
આજના સમયમાં પેકેજ્ડ ખોરાક, રિફાઇન્ડ પ્રોડક્ટ્સ અને ફાસ્ટફૂડનો વપરાશ વધી રહ્યો છે. જો
લાપસી, ખીચડી, શાકભાજી, દાળ-ભાત જેવી પરંપરાગત વાનગીઓ અને છાશ, લીંબુ પાણી, નારંગીનો રસ
જેવા કુદરતી પીણાં તથા કુદરતી ખોરાક અપનાવવામાં આવે તો મેદસ્વિતામાંથી મુક્તિ મેળવી શકાય છે.

Related Posts