અમરેલી

મેદસ્વિતા ઘણા રોગોને આમંત્રણ આપે છે, ત્યારે સ્થૂળતાઘટાડવામાં યોગ કારગર : યોગ નિષ્ણાંત ડૉ. નિકિતા પંડ્યા

અમરેલીતા.૧૭ એપ્રિલ૨૦૨૫ (ગુરુવાર)  નાગરિકોને નિ:શુલ્ક યોગ કક્ષા (અભ્યાસ)નો લાભ મળી શકે તે માટે અમરેલી શહેરમાં ૧૨ સ્થળોએ વિવિધ યોગ નિષ્ણાંત સેવા આપી રહ્યા છેસાથો સાથ નાગરિકોને આરોગ્યપ્રદ જીવનશૈલી માટે પણ પ્રેરિત કરવામાં આવી રહ્યા છે.

ગુજરાત સરકારે પણ લોકો સ્વસ્થ જીવનશૈલી અપનાવે સાથે જ વિવિધ પ્રકારની બિમારીઓથી બચે તે માટે સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન રાજય સરકાર દ્વારા શરુ કરવામાં આવ્યું છે.

આ અભિયાનને આવકારતા અમરેલી ખાતે સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં યોગ  નિષ્ણાંત તરીકે ફરજ બજાવતા નેચરોથેરાપિસ્ટ એવા ડૉ. નિકિતા પંડ્યા કહે છે કેઅમરેલી શહેર અને જિલ્લામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સર્ટિફાઇડ યોગ ટ્રેનર્સ દ્વારા પણ નિ:શુલ્ક યોગ અભ્યાસ ચલાવવામાં આવે છે. જેમાં યોગ ઉપરાંત ભારતીય પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ આયુર્વેદ અને પ્રાકૃતિક ચિકિત્સા વિશે માર્ગદર્શન આપવામાં આવે છે. જેમાં ખાસ કરીને  લાઈફ સ્ટાઈલને લગતા વિવિધ ડિસઓર્ડર્સ હોય તેવા કિસ્સાઓમાં વ્યક્તિએ શું કરવાનું તે વિશે સમજાવી તે માટેનું માર્ગદર્શન આપવામાં આવે છે.

મેદસ્વિતા,ડાયાબિટીસહાઇપર ટેન્શનમનોરોગ જેવા વિવિધ રોગો પર આ થેરાથી વધુ અસરકારક સાબિત થઈ રહી છે. તેમણે કહ્યું કેમોટાપો એટલે કે મેદસ્વિતા ઘણા બધા રોગોને નિમંત્રણ આપે છેત્યારે લોકોની મેદસ્વિતા ઘટાડવામાં યોગ પણ ખૂબ કારગર છે. હાલ નાગરિકોના સ્વાસ્થ્ય માટે કેન્દ્ર – રાજ્ય સરકાર દ્વારા આયુષ મંત્રાલય દ્વારા પ્રત્યેક જિલ્લાઓમાં જિલ્લા મથક પર આયુષ કલ્યાણ કેન્દ્ર પર યોગ નિષ્ણાં

Related Posts