અમરેલી

અમરેલી ખાતે માન. વડાપ્રધાનશ્રીના ૭૫માં જન્મદિવસ નિમિતે ” સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુકત ગુજરાત ” અભિયાન અંતર્ગત મેદસ્વિતા યોગ કેમ્પ શિબિર કાર્યક્રમ

આપણા દેશના લોકલાડીલા અને ગુજરાતના પનોતાપુત્ર માનનીય વડાપ્રધાનશ્રીના પ્રયાસોથી સમગ્ર વિશ્વમાં તારીખ ૨૧મી જુનના દિવસને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે રમતગમત વિભાગ હેઠળ ગુજરાત રાજય યોગ બોર્ડની રચના કરવામાં આવેલ. 

ગુજરાત સરકારશ્રી દ્વારા ગુજરાતની જનતાને સ્વસ્થ રાખવા અને મેદસ્વિતાથી મુકત રાખવા સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુકત ગુજરાત ” અભિયાન ચલાવવામાં આવેલ છે. ગુજરાત સરકારશ્રીના આ સંકલ્પને સાકાર કરવા અને આ અભિયાનને આગળ વધારવા ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા “ સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુકત ગુજરાત ” અભિયાન અંતર્ગત ચલાવવામાં આવેલ છે. જેને અનુલક્ષીને માન.વડાપ્રધાનશ્રીના ૭૫ માં જન્મદિવસ નિમિતે “ સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુકત ગુજરાત” અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતમાં ૧૭ સપ્ટેમ્બર-૨૦૨૫ થી ૧૭-ઓકટોબર-૨૦૨૫ સુધી સવારના ૦૬-૩૦ થી ૦૮-00 કલાક દરમિયાન મેદસ્વિતા ઘટાડવા માટે સમગ્ર ગુજરાતમાં ૭૫ સ્થળોએ ૧૦૦ લોકો સાથે 30 દિવસીય રીઝલ્ટ ઓરીએન્ટેડ મેદસ્વિતા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જે આ કેમ્પનો હેતુ લોકોને યોગ અને આહાર થકી મેદસ્વિતા કઈ રીતે દુર કરવા તે માટેના આસનો, પ્રાણાયામ, ડાયટ વિગેરેથી જાણકારી આપી મેદસ્વિતા ઘટાડવા અંગેનો છે.

અમરેલી ખાતે આ મેદસ્વીતા મુક્ત કાર્યક્રમ માં ૮૦ થી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવેલ છે. અમરેલી જિલ્લા ને યોગ મય બનાવવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના કોચ ટ્રેનર્સ દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. 

હાલ નિશુલ્ક યોગ વર્ગ દ્વારા અમરેલી માં ૧૦૦૦ થી વશુ લોકો નિયમિત યોગ કરે છે. 

Related Posts