સાવરકુંડલા તાલુકાના વંડા અને મેકડાં ગામ ખાતે ચાલી રહેલા સરકારી કામોની જિલ્લા વિકાસ અધિકારી એ મુલાકાત કરી હતી અમરેલી જિલ્લા વિકાસ અધિકારી પરીમલ પંડ્યા સાહેબ દ્વારા સાવરકુંડલા તાલુકાના વંડા અને મેકડા ગામનું સરકારી દફતર તપાસણી કરીને મુલાકાત કરવામાં આવી હતી જેમાં વંડા અને મેકડા ગ્રામ પંચાયત કચેરી, ઈગ્રામ કેન્દ્રો, મિશન મંગલમ અને મિશન મંગલમ હેઠળ ચાલતા સખી મંડળો ના બહેનો ની મુલાકાત, સબ સેન્ટર, આરોગ્ય કેન્દ્રો, મનરેગા અંતર્ગત બનેલ આંગણવાડી, પ્રધાનમંત્રી આવાસ યોજના માં બનાવેલ આવાસો અને મકાન ના લાભાર્થી ની મુલાકાત, કામની ગુણવત્તા, શેગ્રીગેશન શેડ, સ્મશાન ગૃહ તથા સ્મશાન કમ્પાઉન્ડ દીવાલો ના કામ ની મુલાકાત, જળસંચય ના કામો વગેરેની મુલાકાત કરી વંડા અને મેકડા ગામ ખાતે હાલ ચાલી રહેલા વિકાસના કામો અને સરકારી કામો યોગ્ય અને સારી રીતે થાય તે માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ મિશન મંગલમ સખી મંડળના બેહનો સાથે મુલાકાત કરી વિશેષ કામગીરી કરવા માટેનું સૂચન કરવામાં આવ્યું હતું ખેડુત ના પ્રાકૃતિક ખેતી કામ ની મુલાકાત કરવામાં આવી જેમાં બનાવવામાં આવતા સરગવાના પાવડર ની વિશેષ જાણકારી મેળવવામાં આવી હતી આ કામગીરી બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આતકે અમરેલી જીલ્લા વિકાસ અધિકારી પરીમલ પંડ્યા સાથે સાવરકુડલા તાલુકા વિકાસ અધિકારી જીગ્નેશભાઈ વાઘાણી, આસિસ્ટન્ટ તાલુકા વિકાસ અધિકારી રફીકભાઈ જાદવ, ઈગ્રામ ટી.એલ.ઈ. સંજયભાઈ પંડ્યા, ઓઢભાઈ ભુકણ વંડા ગામના સરપંચ વાલભાઈ સાટીયા, તલાટી મંત્રી ભાવિનભાઈ થાનકી, ઈગ્રામ વી.સી.ઈ. મનુભાઈ મકવાણા, તાલુકા મિશન મંગલમ મેનેજર કિશોરભાઈ નિમાવત, પ્રતીક ગોસાઈ મેકડા સરપંચ, તલાટી, ગ્રામ પંચાયત ઓપરેટર સહિતના તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત નો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રાકૃતિક ખેતી, ઈગ્રામ કેન્દ્રો પર આપવામાં આવતી ઓનલાઇન સેવાઓ, સખી મંડળો ની કામગીરી નિહાળી.

Recent Comments