પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મધ્યપ્રદેશના ધાર ખાતેથી દેશવ્યાપી “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાન, ૮માં પોષણ માસનો પ્રારંભ ઉપરાંત વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્તના પ્રસંગે પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું. જેને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરીયા, જિલ્લા કલેકટર શ્રી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી સુરેશભાઈ પાથર સહિતના પદાધિકારી- અધિકારીઓએ નિહાળ્યું હતું.
અમરેલી સિવિલ હોસ્પિટલની પાસેના ઓડિટોરિયમ હોલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો અને મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નારી શક્તિને પ્રગતિનો આધાર ગણાવી હતી. “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાન વિવિધ યોજનાથી જોડાવવાનો સેતુ બનશે તેમ જણાવતા પ્રધાનમંત્રીશ્રીએ મહિલાઓને પોતાના આરોગ્યની વિશેષ કાળજીઓ લેવા માટે પણ અનુરોધ કર્યો હતો. ઉપરાંત ખાસ હેલ્થ કેમ્પનો લાભ લેવા માટે પણ અપીલ કરી હતી.
આ પ્રસંગે પ્રોગ્રામ ઓફિસર દક્ષાબેન ભટ્ટે “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અને પોષણ માસની ઉજવણી સંદર્ભે પ્રાસંગિક સંબોધન કર્યું હતું.
આ પ્રસંગે સુપર ન્યુમરરી આસિસ્ટન્ટ કલેક્ટર શ્રી અતુલ સિંઘ, જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી વિપુલભાઈ દુધાત, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ભટ્ટ, અગ્રણી શ્રી પ્રવીણભાઈ માંગરોળીયા સહિતના પદાધિકારીશ્રીઓ – અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.



















Recent Comments