શું તમે જાણો છો પિતાનું વજન વધારે હોય તો બાળકને અનેક ઘણી તકલીફ પડે છે? જો ના તો ખાસ જાણી લો તમે પણ નહિં તો તમે સમય જતા બહુ મોટી મુશ્કેલીમાં મુકાઇ જશો. કહેવત છે કે વડ એવા ટેટા, બાપ એવા બેટા….માતા-પિતાના અનેક લક્ષણો બાળકોમાં જોવા મળતા હોય છે. જો તમે મોટાપાનો સામનો કરી રહ્યા છો તો આની અસર તમારા બાળક પર જોવા મળે છે અને ક્યાંકને ક્યાંક બાળકને સમય જતા હેરાન થવું પડે છે.
એક અહેવાલ અનુસાર પિતાના મોટાપાને કારણે બાળકનો જે સમયે વિકાસ થવો જોઇએ એમાં અનેક પ્રકારના નાના-મોટા પ્રોબ્લેમ્સ આવી શકે છે. આ કારણે બાળકનો વિકાસ જોઇએ એ પ્રમાણમાં થતો હોતો નથી. તો જાણી લો તમે પણ આ બધી સમસ્યાઓને કારણે બાળકને કેવી પડે છે તકલીફો…
- શરીરમાં વધારે વજન હોવાને કારણે એથરોસ્ક્લેરોસિસના વિકાસમાં અવરોધ ઉભા થાય છે. આ સ્થિતિને કારણે રક્તમાં કોલેસ્ટ્રોલ વધવા લાગે છે, જેના કારણે હૃદય અને રક્ત વાહિનીઓ પર દબાણ થાય છે અને શરીરના અંગોમાં રક્ત પ્રવાહને રોકી દે છે જેના કારણે હાર્ટ એટેક આવવાના ચાન્સિસ ખૂબ વધી જાય છે.
- એક અભ્યાસ અનુસાર મોટાપાનો ભોગ બનવાને કારણે એ ફેફસાની ક્ષમતાને ઓછી કરી દે છે. આ સિવાય શ્વસનની માંસપેશિઓ અને શક્તિ પર પણ તેની અસર પડે છે.
- વધારે પડતુ વજન તમારા શરીરના સાંધાને પણ નષ્ટ કરવાનુ કામ કરે છે. સતત થતા સાંધાના દુખાવાને કારણે માણસ માનસિક રીતે વધુ પ્રમાણમાં થાકી જાય છે. આ સાથે વધુ પડતા દુખાવાને કારણે શરીરમાં સોજા આવવા લાગે છે જેથી કરીને દૈનિક કાર્યોમાં મુશ્કેલી થાય છે. ઘણી વખત ગઠિયા રોગ પણ થાય છે જેને કારણે સાંધામાં દુખાવો, શરીર જકડાઇ જવુ, શરીરમાં સોજા આવવા તેમજ ગભરામણ જેવા લક્ષણો થાય છે.
Recent Comments