તા.૧૦મીએ જિલ્લા કલેકટર શ્રી અજય દહિયાના હસ્તે લાઠી ખાતે નવી સબ રજિસ્ટ્રાર કચેરીનું ઉદ્ઘાટનકચેરીના પરિસરમાં વૃક્ષારોપણ થશે
અમરેલી તા.૯ જાન્યુઆરી, ૨૦૨૫ (ગુરુવાર) અમરેલી જિલ્લા કલેકટર શ્રી અજય દહિયાના હસ્તે તા.૧૦ જાન્યુઆરી,૨૦૨૫ને શુક્રવારના રોજ લાઠી ખાતે નવી સબ રજિસ્ટ્રાર કચેરીનું ઉદ્ઘાટન થશે. લાઠી પ્રાંત કચેરીની બાજુમાં નવી સબ રજિસ્ટ્રાર કચેરી બપોરના ૧૨ કલાકે જિલ્લા કલેકટરશ્રી ખુલ્લી મુકશે. આ સાથે કચેરીના પરિસરમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવશે, તેમ અમરેલી નોંધણી નિરિક્ષકશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
Recent Comments