તા.૧૯મી જાન્યુઆરીએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે ધર્મજીવન હોસ્પિટલનું લોકાર્પણ
ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તા.૧૯ જાન્યુઆરી, ૨૦૨૫ને રવિવારના રોજ સવારે ૧૦.૩૦ કલાકે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા નિર્મિત ધર્મજીવન હોસ્પિટલનું લોકાર્પણ કરશે. આ તકે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહેશેઅમરેલીના જેસીંગપરા વિસ્તારના શિવાજી ચોક ખાતે ૧૦૦ બેડની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના શુભારંભથી નાગરિકોની આરોગ્ય સેવાઓમાં વધારો થશે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા, સંતો-મહંતો, રાજદ્વારી મહાનુભાવશ્રીઓ સહિતના પદાધિકારીશ્રી-અધિકારીશ્રીઓ, ભક્તગણ, નાગરિકો સહિતના ઉપસ્થિત રહેશે.
Recent Comments