યુ.એન.ના ન્યુક્લિયર વૉચ-ડૉગ ઇન્ટરનેશનલ એટમિક એનર્જી એજન્સીએ જણાવ્યું હતું કે, ઇરાન સમૃદ્ધ યુરેનિયમનો જથ્થો ‘વેપન-ગ્રેડ’ સુધી વધારી રહ્યું છે.
ઇન્ટરનેશનલ એટમિક એનર્જી એજન્સી (આઈએઈએ) ના રિપોર્ટ અનુસાર, આ વર્ષે મે ૧૭, ના દિવસે ઇરાને ૬૦ ટકા શુદ્ધ તેવું ૪૦૮.૬ કિ.ગ્રા. યુરેનિયમ બનાવ્યું હતું. તે પૂર્વે જથ્થા કરતાં ૧૩૩.૮ કિ.ગ્રા. વધુ છે. આ મટિરિયલ હવે તે ૯૦ ટકા શુદ્ધ કરવાથી માત્ર થોડું જ દૂર છે. આ પૂર્વે ફેબુ્રઆરી ૨૪માં તો ઇરાન પાસે ૬૦ ટકા શુદ્ધ યુરેનિયમ માત્ર ૨૪૭.૮ કિ.ગ્રા. જેટલું જ હતું.
આઈએઈએ ના વડા રાફેલ મેરિયાનો ગ્રોસીએ કહ્યું હતુ ંકે ઇરાન એક માત્ર તેવું પરમાણુ શસ્ત્ર ન ધરાવતું રાષ્ટ્ર છે કે જે આટલી હદે યુરેનિયમ સમૃદ્ધ કરી રહ્યું છે. ગ્રોસીએ શનિવારે કહ્યું હતું કે આઈએઈએ ઇરાનને ભારપૂર્વક કહે છે કે તમારે સઘન રીતે અને સંપૂર્ણ રીતે અમોને સહકાર આપવો જોઈએ.
આ પૂર્વે પ્રમુખ ટ્રમ્પે ઇઝરાયેલને કહ્યું હતું કે પરમાણુ શક્તિ અંગેની મંત્રણા સરળતાથી આગળ ચાલે તે માટે તેણે ઇરાનમાં પરમાણુ સંસ્થાનો પર હુમલા કરવા વિચારવું જોઈએ.
જ્યારે ઇરાનના અધિકારીઓએ ટ્રમ્પ સાથેની મંત્રણાની સંભાવના ફગાવી છે. કહ્યું હતું કે જ્યાં સુધી અમારી ઉપરના પ્રતિબંધો દૂર નહીં કરાય ત્યાં સુધી અમારો પરમાણુ કાર્યક્રમ ચાલુ રહેશે.
Recent Comments