અમરેલી સમગ્ર દેશમાં શિક્ષણ અને જાગૃતતા આવતા હવે લોકો લગ્ન પાછળ થતા દેખા દેખી રૂપી ખોટા ખર્ચ ને ટાળી ને સમૂહલગ્ન તરફ વળતા જોવા મળ્યા છે. અમરેલી જિલ્લા આહિર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમરેલી ના ફોરવર્ડ હાઈસ્કૂલ ના ગ્રાઉન્ડ ખાતે તારીખ ૦૭/૦૨/૨૫ ને શુક્રવાર ના રોજ સવાર ના સમયે ૧૭ દીકરીઓનો સમૂહલગ્નોત્સવ આયોજિત કરવામાં આવ્યો છે. જેમા સોળ દીકરીઓ આહિર સમાજની અને એક દીકરી અતીત સાધુ સમાજની સમાજ સુધારણા રૂપી યજ્ઞમાં જોડાઈ ને પ્રભુતામાં પગલા પાડશે.આ કાર્યક્રમ માં સમગ્ર રાજ્યમાંથી આહિર સમાજના સામાજિક,રાજકીય આગેવાનો અને અમરેલી જિલ્લા ના વિવિધ રાજકીય આગેવાનો હાજરી આપી પ્રભુતામાં પગલા પડતા નવ દંપતીઓને આશીર્વાદ આપશે. આ તકે આયોજકો દ્વારા સમગ્ર અમરેલી જિલ્લા માં વસવાટ કરતા આહિર સમાજને આ સમૂહલગ્નોત્સવ સહભાગી થવા નિમંત્રણ આપવામાં આવ્યુ છે.હાલ સમૂહલગ્નોત્સવ ને સફળ બનાવવા માટે આહિર સમાજના આગેવાનો ના માર્ગદર્શન નીચે યુવાનોની ટીમ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
૭ મી એ અમરેલી જિલ્લા આહિર સમાજનો છઠ્ઠો ભવ્ય સમૂહ લગ્નોત્સવ યોજાશે, ૧૭ યુગલો પ્રભુતામાં પગલા પાડશે. સમગ્ર જિલ્લા ના રાજકીય, સામાજિક અગ્રણીઓ હાજરી આપશે ફોરવર્ડ ગ્રાઉન્ડ માં તડામાર તૈયારીઓને અપાયો આખરી ઓપ

Recent Comments