રાષ્ટ્રીય

મહાકુંભના અંતિમ દિવસે શાહી સ્નાન માટે ભક્તો મોટી સંખ્યા માં ત્રિવેણી ઘાટ પહોંચ્યા

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની આગેવાનીવાળી ઊતર પ્રદેશ સરકાર માટે પ્રયાગરાજ ખાતે પવિત્ર મહાકુંભમાં મહાશિવરાત્રિ નો દિવસ કોઈ મહત્વની પરીક્ષાથી ઓછો નહતો. મહાશિવરાત્રીના અવસર પર મહાકુંભના અંતિમ દિવસે શાહી સ્નાન માટે આશરે બે કરોડથી વધુ શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ પહોંચ્યા હતા, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આદેશ પર મેળા પ્રશાસને તમામ તૈયારીઓ કરવામાં આવી હતી.

પાવન પર્વ મહાશિવરાત્રિ છે અને મહાકુંભનું છેલ્લું સ્નાન પણ કહેવામાં આવે છે, જેમાં સવારે ૫ વાગ્યા સુધી ૨૫ લાખથી વધુ લોકોએ સ્નાન કર્યું હતું. મહાકુંભમાં પહોંચનારા કુલ ભક્તોની સંખ્યા ૬૫ કરોડને વટાવી ગઈ છે. દર ૧૨ વર્ષે એક વખત મહાકુંભનું આયોજન કરવામાં આવે છે અને તે મોક્ષ લાવનાર માનવામાં આવે છે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહાશિવરાત્રિ પર ત્રિવેણી સંગમમાં શ્રદ્ધાથી ડૂબકી મારવા આવેલા ભક્તોને અભિનંદન પાઠવ્યા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઠ-પોસ્ટમાં કહ્યું, “મહા કુંભ-૨૦૨૫ માં ભગવાન ભોલેનાથની પૂજા માટે સમર્પિત મહાશિવરાત્રિના પવિત્ર સ્નાન પર્વ પર ત્રિવેણી સંગમમાં શ્રદ્ધાથી ડૂબકી મારવા આવેલા તમામ પૂજનીય ઋષિઓ, સંતો, કલ્પવાસીઓ અને ભક્તોને હૃદયપૂર્વક અભિનંદન! , આ મારી પ્રાર્થના છે.”

Follow Me:

Related Posts