ભાવનગર

ચકલી દિવસ સાથે ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ માણસ અને પ્રકૃતિ રક્ષા માટેનાં સંસ્કાર ભાગવતમાં રહ્યાનો આપ્યો બોધ

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ભરવાડ સમાજની વૃક્ષ ઉછેર અને પશુસેવાને બિરદાવી બાવળિયાળીમાં ઉત્સવ પ્રસંગે આપ્યો સંદેશો

( મૂકેશ પંડિત )

સંત શ્રી નગા લાખા ઠાકર મંદિર બાવળિયાળીમાં ભાગવત કથા ગાનમાં ચકલી દિવસ સાથે ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ માણસ અને પ્રકૃતિ રક્ષા માટેનાં સંસ્કાર ભાગવતમાં રહ્યાનો બોધ આપ્યો. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ભરવાડ સમાજની વૃક્ષ ઉછેર અને પશુસેવાને બિરદાવી બાવળિયાળીમાં ઉત્સવ પ્રસંગે પ્રસારણ સંદેશો પાઠવ્યો.

ઠાકરધામમાં ચાલતી શ્રીમદ્ ગોપ જ્ઞાન ગાથામાં વ્યાસપીઠ પરથી ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ નંદ ઉત્સવ પ્રસંગ વર્ણન કરી સૌને નચાવ્યાં. તેમણે ભાગવત કથા અને ચરિત્ર સાથે માણસ માણસ માટે, માણસ પક્ષીઓ માટે અને માણસ પંખીઓ માટે જીવે તે સાર્થકતા ગણાવી. ચકલી દિવસ સાથે ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ માણસ અને પ્રકૃતિ રક્ષા માટેનાં સંસ્કાર ભાગવતમાં રહ્યાનો બોધ આપ્યો. 

મહંત શ્રી રામબાપુનાં નેતૃત્વ સાથે સંત શ્રી નગા લાખા ઠાકર મંદિર બાવળિયાળીમાં ભાગવત કથા, પુનઃ પ્રાણપ્રતિષ્ઠા અને હુડો રાસ પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ રાજીપો વ્યક્ત કરતો વીજાણુ સંદેશો આપ્યો હતો. વડાપ્રધાન શ્રીએ ભરવાડ સમાજની વૃક્ષ ઉછેર અને પશુ સેવાને બિરદાવી. 

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સમાજનાં અને સર્વાંગી ઉત્કર્ષ માટે શિક્ષણ ઉપર ભાર મૂક્યો તથા પશુપાલન સંદર્ભે સરકારની યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો. તેઓએ આ જગ્યા દ્વારા થતી સમાજ સેવાનો આદર સાથે ઉલ્લેખ કર્યો.

ભાગવત કથા શ્રાવણ અને મંદિર દર્શન હેતુ ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યાં છે.

Follow Me:

Related Posts