અમરેલી

ગુરૂપુર્ણિમાં અંતર્ગત  શ્રી પી.પી.એસ.હાઇસ્કૂલ વંડામાં ઉલ્લાસભેર ઉજવાયું  ‘ત્રિવેણી સંગમ પર્વ –સારસ્વત વિદાય સન્માન- માતૃવાલીસંમેલન – ગુરૂવંદના મહોત્સવ’ 

ગત તા.૧૦ જુલાઇના રોજ સાવરકુંડલા તાલુકાના વંડા ગામે શ્રી વંડા ગ્રામ્ય વિસ્તાર કેળવણી મંડળ સંચાલિત શ્રીપી.પી.એસ.હાઈસ્કૂલ તથા શ્રી વિવેકાનંદ પ્રાથમિક શાળા-વંડામાં ગુરૂપુર્ણિમા-માતૃવાલી સંમેલન તેમજ ઇનામ વિતરણ એમ ત્રિવેણી સંગમ પર્વની ઉજવણી કરવામાં આવી.સા.કુંડલાના સામાજિક કાર્યકર્તા  અને યોગાચાર્યા શ્રી હીનાબેન કાણકીયાની અધ્યક્ષતામાં યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત ઓઝા સાહેબે શાબ્દીક સ્વાગતથી કરી હતી. મહેમાનોના વરદ્દ હ્સ્તે મા સરસ્વતીને દીપ પ્રાગટ્ય કર્યા બાદ પ્રાર્થના કરી શાળાના બાળકોએ ગુરૂપૂજન કરી ગુરૂવંદના કરી હતી.વિવેકાનંદ પ્રાથમિક શાળાની બાળાઓએ સ્વાગત નૃત્ય રજુ કર્યુ હતુ. આ તકે ઉપસ્થિત સહુ મહાનુભાવોનું પુષ્પગુચ્છ્ અને શાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતુ.કાર્યક્રમ દરમિયાન શાળાના ત્રિવેદી વેદાંત, ગોંડલિયા સાધનાએ ભજનો, સરવૈયા ક્રિષ્ના તેમજ મકવાણા નિધિએ ગુરૂ વિશે વકત્વ્યો આપ્યા હતા.ભાવેશભાઇ સોનપાલના હ્સ્તે ધો.૯થી ૧૨ માં પ્રથમ આવનાર વિધાર્થીને સ્વ.રસિકભાઇ સોનપાલ રોકડ પુરસ્કાર, તેમજ  શ્રી પી.પી.એસ.હાઇસ્કૂલ વંડા તથા કર્મયોગ ફાઉંડેશન તરફથી ધો.૧૦-૧૨માં A-1,A-2 ગ્રેડ લાવનાર તેજસ્વી તારલાઓને મહાનુભાવોના હસ્તે એવોર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા. આ તકે શાળાના વરીષ્ઠ શિક્ષક પ્રવીણભાઇ ઝીંઝુવાડીયાએ વિદાય લઇ રહેલ કર્મચારીઓના સંસ્મરણો ને યાદ કરી પ્રસંગો વિશે વાત કરી હતી. શિક્ષીકા શ્રીનીતાબેન ભટ્ટે માતૃવાલીઓને દીકરીઓની સંભાળ, વાલીઓની સંતાનોના ઘડતમાં ભુમિકા તેમજ દીકરીઓને ભણાવવા પર ભાર મુકવા અંગે વક્તવ્ય આપી સહુને પ્રતિજ્ઞા લેવડાવી હતી. ત્યારબાદ નિવૃત્તિ લઇ રહેલ સારસ્વતશ્રી રમેશભાઇ ભોયા, શ્રી પીયૂષભાઇ વ્યાસ, ઓ.એસ. ભાવેશભાઇ સોનપાલનું શાળા મંડળના મે.ટ્રસ્ટીશ્રી મનજીબાપા તળાવિયા, મંત્રી કાંતીભાઇ પાંચાણીએ શ્રીફળ,સાકરને શાલ અર્પણ કરી સન્માન કર્યુ હતુ. આ તકે શાળાના સહુ સારસ્વત ભાઇ બહેનોએ શ્રીફળ,સાકર ,શાલને સ્મૃતિભેટ, તેમજ કર્મયોગ ફાઉંડેશન વંડા દ્વારા ડીપી સર તેમજ ઓઝા સાહેબના હસ્તે શાલ, શ્રી મદ્દ રામાયણ પુસ્તક, સ્મૃતિભેટ અર્પણ કરવામાં  આવ્યા હતા.આ તકે ઉપસ્થિત મુખ્ય અતિથિશ્રીઓમાં લાલજીભાઇ કાપડીયા, રશમિબેન પેઢડિયા, અલ્પાબેન હીરપરા ,ઉમાબેન સાંડસૂર, જ્યોતિબેન ભટ્ટ, રામશિંગભાઇ જાદવએ નિવૃત્ત થનાર કર્મચારીઓનું સન્માન કરી ભેટ અર્પણ કરી હતી. તેમજ અન્ય મહેમાનોમા સ્વ.જીતુભાઇ સાધુના ધર્મપત્નિશ્રી, વંડા ગામના આગેવાનો, સા.કુંડલા તાલુકા ભાજપ મહામંત્રી પ્રકાશભાઇ પાનસુરીયા, ભમોદ્રા ગામના સરપંચ ભાવેશભાઇ ખુંટ વિગેરે ઉપસ્થિત રહી કર્મચારીઓને સન્માનિત કર્યા હતા. ગુરૂપુર્ણિમાંએ  શાળાનો સ્થાપના દિન હોય મનોરમાબેને શાળા સ્થાપનાને ૬૭ વર્ષ થયા હોય તે અનુરૂપ શાળાની સિદ્ધિઓ તેમજ વિશિષ્ટતાઓથી સહુને વાકેફ કર્યા હતા. પ્રસંગ  દરમ્યાન નિવૃત્તકર્મચારી શ્રી ભાવેશભાઇ સોનપાલે તથા શ્રી પીયુષ ભાઈ વ્યાસે તેમના ફરજકાળ દરમિયાન વિતાવેલ સુખ, દુ:ખના પ્રસંગોમાં તેમને મળેલ સહકાર લાગણી અને પ્રેમ અંગે અભિવ્યક્તિ રજુ કરતા ભાવુક બન્યા હતા.અને સહુની આંખો ભીંની થઇ હતી.મે.ટ્રસ્ટીશ્રી મનજીબાપા તળાવિયાએ નિવૃત થયેલ સારસ્વતશ્રીઓને સુખી તેમજ દિર્ઘાયુ જીવનની  શુભેચછાઓ પાઠવી હતી.કાર્યક્રમને અંતે અધ્યક્ષશ્રી હીનાબેન કાણકીયાએ તેમની આગવી શૈલીમાં પ્રસંગોચિત પ્રેરણાદાયી પ્રવચન   આપ્યું હતું. આ પ્રસંગે નિવૃત  થનાર શ્રી ભાવેશભાઇ સોનપાલે રૂ.૫૧,૦૦૦/-, શ્રી રમેશભાઇ ભોયાએ રૂ.૫૧,૦૦૦/- તેમજ શ્રી પિયુષભાઇ વ્યાસે રૂ.૫૧,૦૦૦/- જેવી માતબર રકમ શાળા મંડળને અર્પણ કરી હતી.આ તકે શ્રી પીયુષભાઇ વ્યાસે શ્રી પી.પી.એસ.હાઇસ્કૂલ  વંડા શાળાના આર્થિક પછાત અને ગરીબ વર્ગના બાળકોને વિધાઅભ્યાસમાં મદદ કરતી સંસ્થા શ્રી કર્મયોગ ફાઉંડેશન વંડાને આજીવન વર્ષે રૂ.૧૧૦૦૦/- જેવી  રકમ આપવાની જાહેરાત  કરી હતી.જેને સહુએ વધાવી અને સહુએ તેમને ધન્યવાદ પાઠવ્યા હતા. કાર્યક્રમનું મંચ સંચાલન રોહીતભાઇ ઓઝા તેમજ મનોરમાબેન દૂધરેજીયાએ સંભાળ્યું હતું.કાર્યક્રમની  આભાર વિધી શ્રીગજેરા સાહેબે કરી હતી. ત્રિવેણી સંગમ પર્વની શ્રેષ્ઠ અને સુંદર ઉજવણી, આયોજન અને વ્યવસ્થા શાળાના સારસ્વતભાઇ બહેનો તેમજ શાળાના વિધાર્થી સ્વયં સેવક બાળકો, જીતુભાઇ તળાવિયા,મયુરભાઇ ચૌહાણ, ભાવનાબેન રામાણીએ આચાર્યશ્રી સંજયભાઇ ચૌહાણના માર્ગદર્શન  હેઠળ સુચારુ રીતે પાર પાડ્યું  હતું. સમારંભના અંતે શાળાના બાળકો, વાલીઓ તેમજ આમંત્રીત મહેમાનોને શાળા પરિવારે પ્રેમપૂર્વક ભોજન કરાવ્યું હતુંને કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો. તેમ પત્રકાર યશપાલ વ્યાસની યાદીમાં જણાવેલ છે.

Related Posts