અમરેલી

ભારતના સૌથી મહાન પર્વ દિવાળી નીમિત્તે સાવરકુંડલાની શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સાવરકુંડલા દ્વારા તા. ૧૮-૧૦-૨૫ થી ૨૬-૧૦- ૨૫ સુધી જાહેર રજા રહેશે. 

દિવાળી પર્વની રજાઓ અંગે શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સાવરકુંડલા દ્વારા  જાહેરાત  કરતાં જણાવવામાં આવેલ કે  શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, સાવરકુંડલા જી.અમરેલી દ્વારા આગામી દીવાળી પર્વ નિમિતે તા.૧૮/૧૦/૨૦૨૫ ને શનીવાર થી તા.૨૬/૧૦/૨૦૨૫ રવિવાર સુધી રજા જાહેર કરવામાં આવે છે. જે દરમ્યાન સાવરકુંડલા માર્કેટયાર્ડનું તમામ કામકાજ બંધ રહેશે. તા.૨૭/૧૦/૨૦૨૫ ને સોમવારથી તમામ જણસીઓની હરરાજી તેમજ માર્કેટયાર્ડનું કામકાજ રાબેતા મુજબ શરૂ થશે. જે અન્વયે રજાઓ બાદ તમામ જણસીઓની આવકને તા.૨૬/૧૦/૨૦૨૫ ને રવીવારથી પ્રવેશ મળશે.જેની દરેક ખેડુતભાઇઓ, વાહનપારકો, કમીશન એજન્ટશ્રીઓ, વેપારશ્રીઓ તથા લાગતા વળગતાઓએ નોંધ લેવા 

સેક્રેટરી એ.પી.એમ.સી. સાવરકુંડલાની એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું

Related Posts