અમરેલી

સાવરકુંડલા તાલુકાના વિજયાનગર ગામે 79મા સ્વાતંત્ર્ય પર્વ નિમિતે સરપંચે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી.

સાવરકુંડલા તાલુકાના વિજયાનગર ગામે 79મા સ્વાતંત્ર્ય પર્વ 15મી ઓગષ્ટ નિમિતે વિજયાનગર પ્રાથમિક શાળા ના વિશાળ પટાગણ માં વિજ્યાનગર ગામના સરપંચ ઘનશ્યામભાઈ બલર ના હસ્તે ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી સ્વાતંત્ર્ય પર્વ નિમિતે પ્રાથમિક શાળાના ધોરણ 1થી 8ના વિધાર્થી બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો, દેશ ભક્તિના ગીતો રજૂ કર્યા હતા સરપંચ ઘનશ્યામભાઈ બલર દ્વારા વિધાર્થી ઓને પ્રોત્સાહિત ઈનામો આપી સન્માનિત કર્યા હતા આતકે વિજયાનગર ગામના ગ્રામજનો ભાઈઓ બહેનો, વિધાર્થીઓ, વાલીઓ, શિક્ષિકો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts