આદ્ય જગદ્દગુરુ શંકરાચાર્યજી દ્વારા પ્રારંભ કરવામાં આવેલી સંન્યાસ પરંપરામાં જેમનું જીવન સંન્યાસ ધર્મનાં ચુસ્ત પાલન દ્વારા શિવ સાક્ષાત્કાર પ્રાપ્ત મહાપુરુષોમાં ખૂબ જ અગ્રગણ્ય છે એવા ત્યાગ વૈરાગ્ય વિભૂષિત પરમહંસ સંન્યાસી સ્વામીશ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજે સનાતન ધર્મના નવજાગરણ માટે સ્વજીવનમાં અથાગ પ્રયત્નો કર્યા હતા સનાતન સંસ્કૃતિનાં અમૂલ્ય વારસાને સુરક્ષિત રાખવા માટે ઉજવાતા મહોત્સવોમાં ગુરુપૂર્ણિમા પર્વ ધામધૂમથી ઉજવવામાં આવે છે પૂજય સ્વામીજીમાં આસ્થા ધરાવનાર અનુયાયી ઓનો ખૂબ જ મોટો સમુદાય સુરત મુકામે વસી રહ્યોછે ત્યારે ગત વર્ષની જેમ આ વર્ષે પણ આ સેવક સમુદાય દ્વારા સુરત મુકામે આગામી તારીખ 10/07 ને ગુરુવારનાં રોજ ગુરુપૂર્ણિમા મહોત્સવનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે પૂજ્ય સ્વામીજી દ્વારા તમામ દર્દીનારાયણની નિ:સ્વાર્થ ભાવથી તદ્દન નિ:શુલ્ક આરોગ્ય સેવા બજાવી રહેલી ટીંબી મુકામે આવેલી સ્વામીશ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ નાં દર્દી ઓનાં લાભાર્થે રક્તદાન મહાશિબિરનું પણ આયોજન કરવામાં આવેલ છે રોગોથી પીડિત દર્દીનારાયણની નિ:શુલ્ક આરોગ્ય સેવા માટે દંતયજ્ઞ કેમ્પ કોઈપણ પીડા વગર દાંત કાઢી આપી દાંતનાં તમામ રોગોની સારવાર કરવામાં આવશે તેમજ પંચકર્મ આયુર્વેદીક નિદાન કેમ્પ જેમાં કમરનાં અને સાંધાનાં દુ:ખાવા, ડાયાબિટીસ, બીપી, ચિકનગુનિયા, એસિડીટી, કબજિયાત, ચર્મરોગ, બાળકોનાં રોગો, કિડનીનાં રોગો, તાવ, શરદી વગેરે તમામ રોગોની આયુર્વેદ પદ્ધતિથી નિઃશુલ્ક સારવાર કરવામાં આવશે.
ગુરૂપૂર્ણિમા મહોત્સવની મંગલ પ્રભાતમાં ધર્મસભામાં, ગુરુવંદના, ધૂન સંકીર્તન કાર્યક્રમનો અને દીપપ્રાગટ્ય થી રક્તદાન શિબિરનો શુભારંભ થશે પૂજ્ય ગુરૂજી નાં કૃપાપાત્ર સદ્દશિષ્ય સ્વામી ભોલાનંદ સરસ્વતીજી મહારાજ અને સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજનાં વરદહસ્તે તથા મહાનુભાવ ગુરુભક્તો દ્વારા ષોડશોપચાર વિધિથી સદ્દગુરુપૂજન અને મહાઆરતી થશે દિવ્ય અમૃતવાણીનું રસપાન કરવામાં આવશે મહાનુભાવો, દાતા ઓનાં સન્માન અને પ્રાસંગિક વક્તવ્યો, ગુરુપૂર્ણિમાનો સમૂહ ભોજન મહાપ્રસાદ રક્તનાં અભાવે પ્રાણ ગુમાવી રહેલા દર્દી નારાયણ માટે રક્તદાન કરી ગુરુદક્ષિણા અર્પણ કરવા માટે યુવાન અને તંદુરસ્ત ભાઈઓ બહેનો ઉપસ્થિત રેહશે આ સમગ્ર મહોત્સવનું જીવંત પ્રસારણ આશ્રમની યુ ટ્યુબ ચેનલ ગુરુ સાન્નિધ્ય પર પ્રસારિત કરવામાં આવશે મહોત્સવ સ્થળ હેવન પાર્ટી પ્લોટ, કોસમાડા પાટીયા, કેનાલ રોડ સુરત ખાતે ઉજવાશે જેમાં સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત માંથી મોટી સંખ્યામાં ધર્મપ્રેમીઓ ઉપસ્થિત રહેશે.
સુરત મુકામે સ્વામીશ્રી નિર્દોષાનંદજી સેવા સત્સંગ મંડળ દ્વારા ભવ્ય ગુરુપૂર્ણિમા મહોત્સવ પ્રસંગે રક્તદાન મહાશિબિર, નિ:શુલ્ક દંતયજ્ઞ અને આયુર્વેદ કેમ્પ યોજાશે.



















Recent Comments