ભાવનગર

ભાવનગરમાં’વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે પ્લાસ્ટિકનો વપરાશ ઘટે તે માટેવેસ્ટ માંથી બેસ્ટ વસ્તુઓ બનાવવામાં આવી

‘વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે’ ભાવનગર જિલ્લામાં “વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત”ની થીમ સાથે વિવિધ
જનજાગૃત્તિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્લાસ્ટિકનો વપરાશ ઘટે તે માટે વેસ્ટ માંથી બેસ્ટ
વસ્તુઓ બનાવવામાં આવી હતી.
જેમાં સિહોર તાલુકાના SBM-G દ્વારા પ્લાસ્ટિકની બોટલનું તોરણ બનાવી નાના ફૂલો વાવવામાં આવ્યાં,
વલ્લભીપુરના કાનપર ગામની જય માતાજી સખી મંડળની બહેનો અને મહુવા તાલુકાની સ્વચ્છ ભારત મિશન.ગ્રા
અને મનરેગાના કર્મીઓએ અલગ અલગ પ્લાસ્ટિકની બોટલમાં વૃક્ષારોપણ કર્યું હતું. ભાવનગર તાલુકાના SBM-G
યોજના કર્મીઓ દ્વારા કીડીઓ માટે કિડિયારું મળી રહે તે માટે પ્લાસ્ટીક બોટલમાં કીડીયારું ભરી દરિયાકિનારે અને
વૃક્ષો પર લટકાવી શકાય એ રીતે બનાવી વેસ્ટમાંથી બેસ્ટ માટેનો એક નવતર અભિગમ અપનાવ્યો હતો.

Related Posts