અમરેલી

વિશ્વ માનવ અધિકાર દિવસ નિમિત્તે લાઠી તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા કાનૂની શિબિર  યોજાય બાંગ્લાદેશમાં માનવ અધિકારો નું ચિર હરણ થય રહ્યું છે -એડવોકેટ ઈતેશ મહેતા

દામનગર સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે લાઠી તાલુકા કાનૂની સેવા સમિતિ ના ઉપક્રમે વિશ્વ માનવ અધિકાર દિવસ નિમિત્તે કાનૂની શિબિરનું આયોજન કરવામાં આવેલ આ શિબિરમાં એડવોકેટ ઈતેશકુમાર મહેતાએ માનવ અધિકાર નો અર્થ ,મહત્વ અધિકાર ના પ્રકારો તેમજ માનવ અધિકારની આવશ્યકતા ઉપર અને દેશ અને દુનિયામાં માનવ અધિકારોને લઈને થતા કામો વિશે માહિતી આપી હતી આ તકે એડવોકેટ ઈ‌તેશકુમાર મહેતાએ જણાવ્યું કે આપણા બાજુના દેશ બાંગ્લાદેશમાં માનવ અધિકારોનું ચિર હરણ થયેલું છે‌ તે રોકવા વિશ્વમાં ‌ માનવ અધિકારોની વાતો કરનારા આગળ ‌ આવું જોઈએ તેમ જણાવેલ આ શિબિરમાં એડવોકેટ રાજેશ્વરી બેન રાજ્યગુરુ પ્રિન્સિપાલ શ્રી સંજયભાઈ રાણીપા‌ તેમજ વિદ્યાર્થી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા

Related Posts