ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અમરેલીની મુલાકાતે
![](https://citywatchnews.com/wp-content/uploads/2025/01/HON.-RAJYPALSHRI-DHARMA-JEEVAN-HOSPITAL-LOKARPAN-AMRELI-3-1093x620.jpeg)
ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ અમરેલી સ્થિત જેસીંગપરાના શિવાજી ચોક ખાતેની ધર્મજીવન હોસ્પિટલનું તકતી અનાવરણ કરી, રિબિન કાપીને વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિવત રીતે ઉદ્ઘાટન-લોકાર્પણ કર્યુ હતુ.રાજ્યના મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીને અમરેલી સ્થિત ધર્મજીવન હોસ્પિટલ કેમ્પસ ખાતે ગરિમાપૂર્ણ રીતે ‘ગાર્ડ ઓફ ઓનર’ આપવામાં આવ્યું હતું. રાજ્યપાલ શ્રીને સંત મહંતો સહિતના મહાનુભાવો દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરીને ઉમળકાભેર આવકારવામાં આવ્યા હતા.
રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાન પ્રેરિત અમરેલી સ્થિત ધર્મજીવન હોસ્પિટલ ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ શ્રી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિને વિધિવત રીતે દીપ પ્રજ્જવલ્લિત કરી, પુષ્પ અર્પણ કરી આસ્થાભેર શીશ ઝુકાવીને વંદન- નમન કર્યા હતા.
રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાન પ્રેરિત અમરેલી ખાતેની ધર્મજીવન હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાનના સંતો, કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા, રાજકોટ વિસ્તાર સાંસદ શ્રી પરષોત્તમભાઈ રુપાલા, રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફૂલભાઈ પાનશેરીયા, નાયબ મુખ્ય દંડક અને અમરેલી-વડીયા-કુંકાવાવ વિસ્તારના ધારાસભ્ય શ્રી કૌશિકભાઇ વેકરિયા, લાઠી-બાબરાના ધારાસભ્ય શ્રી જનકભાઇ તળાવિયા સહિતના મહાનુભાવો, અગ્રણીશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ધર્મજીવન હોસ્પિટલમાં જનરલ મેડિસિન, સર્જરી વિભાગ, ઓર્થોપેડિક વિભાગ, પીડિયાટ્રિક વિભાગ, આઈ.સી.યુ, નવજાત શિશુને પેટીમાં રાખવા માટે એન.આઈ.સી.યુ, ઓપરેશન થિયેટર, ૧૦૦ બેડની સુવિધા સહિતની અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ છે. મલ્ટીસ્પેશિયાલિટી સાથેની ધર્મજીવન હોસ્પિટલ એ નાગરિકો માટે આરોગ્યલક્ષી સુવિધામાં ઉમેરો કરશે.
અમરેલી ધર્મજીવન હોસ્પિટલના ઉદ્ઘાટન – લોકાર્પણ પ્રસંગે રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાન સંત શ્રી દેવપ્રસાદજી સ્વામી, સુરત ગુરુકુળ સંસ્થાના સંત શ્રી ધર્મવલ્લભ સ્વામી સહિત સંતગણ, નાયબ મુખ્ય દંડક અને અમરેલી-વડીયા-કુંકાવાવ ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયા, લાઠી-બાબરા ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયા, પૂર્વ ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમર, પૂર્વ ધારાસભ્ય શ્રી પરેશભાઈ ધાનાણી, જિલ્લાના વિવિધ પદાધિકારી શ્રીઓ, અગ્રણીશ્રીઓ, જિલ્લા કલેકટર શ્રી અજય દહિયા
Recent Comments