ફરી એકવાર અમદાવાદમાંથી નકલી પનીરનો જથ્થો ઝડપાયો

અમદાવાદ શહેરના વસ્ત્રાલ અને ઠક્કરનગર વિસ્તારમાંથી નકલી પનીરનો જથ્થો ઝડપાયો છે, અમદાવાદ મહાનગર પાલિકાના ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરીને નકલી પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો, જ્યાંથી એએમસી દ્વારા આ જથ્થો પકડવામાં આવ્યો છે ત્યાંથી શહેરની અલગ-અલગ હોટલ અને રેસ્ટોરન્ટ્સમાં સપ્લાય પણ કરવામાં આવતું હતું.
એએમસી ની ફૂડ વિભાગના અધિકારીઓ દ્વારા વસ્ત્રાલના એક ગોડાઉનમાંથી ૧૧૯ કિલોગ્રામ અને ઠક્કરનગરમાં આવેલી સતનામ ડેરીમાંથી ૧૪૪ નકલી પનીરનો જથ્થો ઝડપાયો છે.
આ સમગ્ર મામલે મળતી માહિતી મુજબ, શહેરની અલગ-અલગ હોટલો અને રેસ્ટોરન્ટમાં નકલી પનીર સપ્લાય કરવામાં આવતું હતું. છસ્ઝ્રના ફૂડ વિભાગ દ્વારા વસ્ત્રાલ અને ઠક્કરનગરમાંથી ઝડપાયેલા નકલી જથ્થાની સીઝ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી.
Recent Comments