સુરતમાં પોતાની પાઈવેટ હોસ્પિટલમાં લાખો રૂપિયા કમાતા અને મર્સીડીઝ મોટરમાં ફરતા યુવાન ડો. ભાવિન પટેલ સ્વામી વિવેકાનંદના વિચારોથી પ્રભાવિત હોવાથી એમને એક દિવસ વિચાર આવ્યો કે મારે ધંધો નહી પણ સેવા કરવી છે.
એમણે સુરતથી પચાસ કિમી દુર સુપા નામના ગામમાં પ્રકૃતિના ખોળે સાડા છ કરોડની જમીન લઈ દર્દીઓની સેવા શરું કરી. ડો. ભાવિન પટેલને પોતાના જીગરજાન મિત્ર ડો. ભાવિન ભુવાનો સહયોગ મળ્યો અને સપનું સાકાર થયું.
પૂજય મોરારીબાપુએ ગરીબો પ્રત્યે કરુણા રાખનાર આ સેવાના ભેખધારી ડોક્ટરની હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું.
આ બન્ને ડોક્ટર હાલ અમેરિકાના પ્રવાસે આવ્યા છે.
એમને એક કરોડનું દાન આપનાર અરવિંદ પટેલ જે વરસોથી એટલાન્ટામાં હોટલ-મોટલ અને કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરે છે. એ અરવિંદ પટેલે પોતાની જ મોટલના ભવ્ય બેન્કવેટ હોલમાં આ હોસ્પિટલ માટે જગદીશ ત્રિવેદીનો કાર્યક્રમ રાખ્યો અને આશરે પ૦૦ લોકોને એકઠાં કર્યા.
રક્ષાબંધન તા.૯/૮/૨૦૨૫ ની રાત્રે યોજાયેલા આ કાર્યક્રમમાં આશરે ૧,૩૦,૦૦૦ અમેરીકન ડોલર એટલે કે ભારતના ૧,૧૧,૦૦,૦૦૦/- એક કરોડ અગીયાર લાખ રૂપિયા એકઠાં થયા.
તા.૮/૮/૨૦૨૫ ના રોજ આ હોસ્પિટલ માટે જ મેકન નામના નાનકડાં નગરમાં એક કાર્યક્રમ એસ.પી. પટેલ, રાકેશ પટેલ અને ચંદ્રેશ ઉર્ફે ચાર્લી પટેલે કર્યો એમાં ૨૦,૦૦૦ ડોલર એટલે ૧૭ લાખ રૂપિયા એકત્ર થયા હતા આમ સુરતના સુપાની આંખની હોસ્પિટલ માટે બે દિવસમાં કુલ દોઢ લાખ ડોલર એટલે લગભગ એક કરોડ અઠ્ઠાવીસ લાખ રૂપિયા જેટલી માતબર રકમ એકઠી થઈ.
જગદીશ ત્રિવેદી એ સવા કરોડમાંથી સવા રુપિયો પણ લીધા વગર બીજે દિવસે વહેલી સવારે સારલોટ જવા રવાના થયા ત્યારે એમના હદયમાં અઢી કરોડ રુપિયા મળ્યા હોય એટલી ખુશી હતી કારણ આ સવા કરોડ રુપિયાથી ગુજરાતના અનેક ગરીબોનો અંધાપો દૂર થશે અથવા એ અંધ થતાં બચી જશે.
જગદીશ ત્રિવેદીના બે કાર્યક્રમોમાંથી સુરતની હોસ્પિટલ માટે સવા કરોડ એકત્ર

Recent Comments