ગુજરાત

ભરૂચના દોલતપુર ગામે શેરડીના ખેતરમાંથી રૂ.4.81 લાખના દારૂ-બિયરના જથ્થા સાથે એક ઝડપાયો, એક ફરાર

ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે દોલતપુર ગામની સીમમાં દરોડો પાડી એક ઓરડીમાં સંતાડેલ વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડી કુલ રૂ.4.81 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. 

વાલીયા તાલુકાના નવાનગર ગામે રહેતો અને અગાઉ પ્રોહીબિશનના ગુનામાં ઝડપાયેલ વાસુદેવ જશુભાઈ વસાવાએ દોલતપુર ગામની સીમમાં દોલતપુર વગામાં શેરડીના ખેતરની ઓરડીમાં દારૂનો જથ્થો સંતાડી રાખ્યો હોવાની માહિતી પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે બાતમી મુજબના સ્થળે દરોડો પાડી 1584 નંગ મળી કુલ રૂ.4,81,200ની કિંમતના દારૂ-બિયરના જથ્થા સાથે વાસુદેવ વસાવાને ઝડપી પાડી દારૂનો જથ્થો આપનાર રાહુલ ઉકારામ માળી (રહે-સુરત)ને વોન્ટેડ જાહેર કર્યો હતો.

Related Posts