ગુજરાત

અમદાવાદની માનવસાધના સંસ્થા માટે શિકાગોમાં એક કરોડ અગિયાર લાખ રુપિયા એકત્ર

ગુજરાતના અમદાવાદમાં આવેલી માનવસાધના સંસ્થા સમાજસેવા માટે વિશ્વવિખ્યાત છે. જ્યાં વિરેનભાઈ જોશી નામની સેવાભાવી વ્યક્તિએ પોતાનું જીવન સમર્પિત કરેલું છે.
અમેરીકાના શિકાગો શહેરમાં ભારતીય સિનિયર સિટિઝન ઓફ શિકાગો નામની સંસ્થાના પ્રમુખ મૂળ અમરેલીના મોરઝર ગામના હરીભાઈ ભેંસાણીયાએ તારીખ ૧૬-૧૭ ઓગસ્ટના દિવસે માનવસાધના માટે જગદીશ ત્રિવેદીના બે કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
શિકાગોના રાણા-રેગન કોમ્યુનિટી સેન્ટરમાં યોજાયેલા આ કાર્યક્રમોમાં પ્રથમ દિવસે ૭૭૦૦૦ અને બીજા દિવસે ૪૮૦૦૦ ડોલર મળીને કુલ સવા લાખ અમેરીકન ડોલર એટલે આશરે એક કરોડ અગીયાર લાખ રૂપિયાનું દાન એકત્ર થયું હતુ.
માનવ સાધનના અમેરીકાના ટ્રસ્ટી પરેશ પટેલે આ રકમ માનવસાધના તરફથી સ્વીકારી હતી અને જગદીશ ત્રિવેદી તેમજ ભારતીય સિનિયર સિટીઝન ઓફ શિકાગો સંસ્થાના તમામ કમિટી મેમ્બર્સનો આભાર માન્યો હતો. આ પ્રસંગે અશોકભાઈ નારીચાણીયા તરફથી સંસ્થાના તમામ સભ્યોને જગદીશ ત્રિવેદીનું અંગ્રેજી જીવનચરિત્રનું પુસ્તક Extraordinary Story of An Ordinary Man ભેટ આપવામાં આવ્યું હતું.

Related Posts