ભાવનગર

દિહોર વિવેકાનંદ વિદ્યામંદિર દ્વારા એક દિવસીય શૈક્ષણિક પ્રવાસ

શ્રી વિવેકાનંદ વિદ્યામંદિર દિહોર દ્વારા ધોરણ 5 થી 12 ના વિદ્યાર્થીઓના એક દિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું.વિદ્યાર્થીઓએ સૌપ્રથમ સ્વામીના ગઢડા સ્વામિનારાયણ ભગવાનનાં દર્શન કર્યા હતા.ઘેલા સોમનાથ મહાદેવના દર્શન કર્યા બાદ ચોટીલા ચામુંડા માનો ડુંગર ચડી દર્શન કરી ધન્યતા અનુભવી તથા આરતીના ટાણે સાળંગપુર કષ્ટભંજન દેવના દર્શન કર્યા તથા પ્રસાદીનો લાભ લીધો હતો.આ શૈક્ષણિક પ્રવાસમાં ધોરણ 5 થી 12 ના કુલ 130 વિદ્યાર્થીઓ જોડાયા હતા.

Related Posts