રાષ્ટ્રીય

જર્મનીના મેનહેમ શહેરમાં એક ગાડી પૂર ઝડપે કાર્નિવલની ભીડની વચ્ચે ઘૂસી જતાં એક વ્યક્તિનું મોત, અનેક લોકો ઇજાગ્રસ્ત

જર્મનીના મેનહેમ શહેરમાં કાર્નિવલ માં એક ગાડી પૂર ઝડપે ભીડની વચ્ચે ઘૂસી જતાં એક વ્યક્તિનું મોત થયું અને અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા. પોલીસે આ ઘટનાની પુષ્ટિ કરી છે અને તેને આતંકવાદી હુમલાની શક્યતા તરીકે પણ તપાસી રહી છે, જાેકે હજુ સુધી આ બાબતે કોઈ સ્પષ્ટતા થઈ નથી. સ્થળ પર હાજર બચાવ કાર્યકરો ઘાયલોને ઝ્રઁઇ (કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન) આપતા જાેવા મળ્યા, જે આ ઘટનાની ગંભીરતા દર્શાવે છે.

સ્થાનિક મીડિયા સૂત્રો અનુસાર, આ દુર્ઘટના એક કાળા રંગની કાર દ્વારા ભીડને નિશાન બનાવવાથી ઘટી હતી. ઘટના બાદ તાત્કાલિક મોટી સંખ્યામાં પોલીસ અને બચાવ દળો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ ઉપરાંત, નજીકની હોસ્પિટલોને હાઈ એલર્ટ પર મૂકવામાં આવી હતી જેથી ઘાયલોને તાત્કાલિક સારવાર મળી શકે. મેનહેઇમર મોર્ગન નામના સ્થાનિક અખબારે જણાવ્યું કે, ઇમરજન્સી ચેતવણી એપ્લિકેશન કેટવર્ન દ્વારા સલામતી સંદેશો જારી કરાયો હતો, જેમાં લોકોને શહેરના મધ્ય ભાગથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી હતી. આ ઘટનાએ શહેરની શાંતિને હચમચાવી દીધી હતી, ખાસ કરીને કાર્નિવલના આનંદદાયક માહોલ વચ્ચે.

જર્મનીમાં આ વર્ષે ચાલી રહેલા કાર્નિવલ કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને પોલીસ પહેલેથી જ સંપૂર્ણ સતકર્તા સાથે કામ કરી રહી હતી. તાજેતરમાં ઇસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પરથી કોલોન અને ન્યુરેમબર્ગ જેવા શહેરોમાં હુમલાની ધમકીઓ મળી હતી, જેના કારણે સુરક્ષા એજન્સીઓએ પોતાની તૈયારીઓ વધારી દીધી હતી. આવી પરિસ્થિતિમાં મેનહેમમાં બનેલી આ ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા કર્યા છે. કાર્નિવલનો તહેવાર જર્મનીમાં આનંદ અને ઉલ્લાસનું પ્રતીક છે, પરંતુ આવી ઘટનાઓએ તેના માહોલને ગંભીર રીતે પ્રભાવિત કર્યો છે.

Follow Me:

Related Posts