અમરેલી

સાવરકુંડલાના પીઠવડીથી સેંજળ ગામની વચ્ચે અકસ્માતમાં એકનું મોત

સાવરકુંડલાના પીઠવડીથી સેંજળ ગામ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એકનું મોત થયું હતું. બનાવ અંગે મહુવાના કુંભણ ગામે રહેતા ધીરૂભાઇ નકાભાઇ આકોળીયા (ઉ.વ.૪૮) એ ફોરવ્હીલ ગાડી નં. જીજે-૦૫-આરઇ-૩૭૧૩ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમનો દીકરો મરણજનાર કેતનભાઇ ધીરૂભાઇ આકોળીયા તથા તેમનો ભાણો સાહેદ જનકભાઇ મોટરસાયકલ લઇને મોટા ઝીંઝુડાથી સેંજળ તરફ જતા હતા તે દરમ્યાન પીઠવડીથી સેંજળ ગામ વચ્ચે પહોંચતા સામેથી આવતી ફોરવ્હીલ ગાડી રજી નં. જીજે-૦૫-આરઇ-૩૭૧૩ ના ચાલકે પોતાના હવાલાવાળી ફોરવ્હીલ પૂરઝડપે ચલાવી આવીને ટક્કર મારી હતી. જેમાં તેમના દીકરાને માથાના ભાગે તથા દાઢીના ભાગે ગંભીર ઇજાઓ થવાથી મોત થયું હતું. જ્યારે સાહેદ જનકભાઇ મુકેશભાઇને મોઢાના ભાગે ઇજા કરી ચાલક નાસી ગયો હતો. વંડા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ પી.જે. રામાણી વધુ તપાસ કરી રહ્યા છે.

Related Posts