ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના ૭૫ માં જન્મ દિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં ૭૫
સ્થળો પર મેદસ્વિતા મુક્ત ગુજરાત અંતર્ગત ૧ મહિનાની યોગ શિબિર નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાવનગર મહાનગરપાલિકાના
યોગ કોર્ડીનેટર છાયાબેન પટેલના નેતૃત્વમાં તા.૧૭/૦૯/૨૦૨૫ના રોજ ભાવનગરમાં શ્રી માતંગી મંદિર, સરદારનગર ખાતે યોગ શિબિરનો શુભ
આરંભ કરવામાં આવ્યો હતો. આ તકે ડો. ચિન્મયભાઈ શાહ , કલ્પનાબેન ભટ્ટ, આર.જે. જાડેજા, વિનોદભાઈ શર્મા, એન.કે. જાડેજા, રીટાબેન
વોરા, નિલેશભાઈ પારેખ, યુવરાજસિંહ ગોહિલ, ઉષાબેન બધેકા, ભાવનાબેન.જે. સોનાની, હાર્દિકભાઈ જાંબુચા, રાજેન્દ્રભાઈ ભટ્ટ વગેરે
મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી શિબિરનો શુભ આરંભ કરવામાં આવ્યો હતો.
જેમાં યોગ કોચ, યોગ ટ્રેનરો અને યોગ સાધકોએ આ શિબિરમાં સંયમ સેવક તરીકે કાર્ય કર્યું હતું. જે વ્યક્તિઓ શિબિરમાં ભાગ લઈ
મેદસ્વિતામાંથી મુક્તિ મેળવવા ઈચ્છતા હોય તેઓ ૨૫ સપ્ટેમ્બર પહેલા પોતાનું નામ નોંધાવી ભાગ લઈ શકશે. યોગ શિબિરનાં સ્થળ પર પણ
રજીસ્ટ્રેશન કરવામાં આવશે. વધુ માહિતી માટે ભાવનગર મહાનગરપાલિકાના યોગ કોર્ડીનેટર છાયાબેન પટેલ મો.8487997969 પર સંપર્ક
કરવાં જણાવાયું છે.
શિબિરનો પ્રારંભ


















Recent Comments