ભાવનગર

“એક વૃક્ષ, એક સ્મૃતિ” — ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા રાજીવ ગાંધીની જન્મજયંતિ નિમિતે Every Green Step For Future કાર્યક્રમ

રાજકીય દૃષ્ટિએ દ્રષ્ટિવાન અને ટેક્નોલોજીથી ભારતને નવી દિશા આપનાર પૂર્વ વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીની જન્મજયંતિ નિમિતે આજે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અનોખું વૃક્ષારોપણ કાર્યક્રમ બોરતળાવ વાર્ડ મા  આયોજિત થયો.

શહેર કોંગ્રેસ  આયોજિત કાર્યક્રમમાં શહેરના અનેક વિસ્તારમાં નવા વૃક્ષો રોપાયા. “વિશ્વ વૃક્ષો વિના કલ્પી શકાતું નથી. આજના દિવસે એક વૃક્ષ રોપી, દેશના ભવિષ્ય માટે શ્રેષ્ઠ ભેટ આપવી એ સાચી શ્રદ્ધાંજલિ છે,”

કાર્યક્રમમાં યુથ કોંગ્રેસ, મહિલા વિભાગ તેમજ સહયોગી સંગઠનોની હાજરી રહી હતી. “Every Green Step For Future” નામે અનોખી મુહિમ અંતર્ગત સૌને ઘરે વૃક્ષ રોપવા અને તેનું રક્ષણ કરવાનું આહ્વાન કરવામાં આવ્યું.

આ કાર્યક્રમ માત્ર એક યાદગારી દિવસ પૂરતો નહીં રહે, પણ ભાવનગર શહેરમાં હરિયાળી લાવવા દિશામાં પગલું સાબિત થશે — એ વિશ્વાસ સાથે શહેર કોંગ્રેસ સમિતિએ આ પહેલ હાથ ધરી.

Related Posts