ગુજરાત

ઈડ્ઢનું ઓપરેશન, ગેરકાયદેસર રીતે વ્યક્તિઓને કેનેડા મારફતે અમેરિકા મોકલવામાં આવતાનું કૌભાંડ ઝડપાયું

ઇડીએ સુનિયોજિત કાવતરું રચીને લોકોને કેનેડા મોકલ્યા બાદ ગેરકાયદેસર રીતે અમેરિકા પહોંચાડતાનું કૌભાંડ આચરનાર આરોપીઓની ધરપકડ કરીને ગુનાહિત દસ્તાવેજાે, ડિજિટલ ઉપકરણો અને ૦૨ વાહનો જપ્ત કરવામાં આવ્યા. આ ઉપરાંત, આરોપીઓના બેંક ખાતામાં રૂ. ૧૯ લાખની રકમ ફ્રીઝ કરવામાં આવી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ એ ભાવેશ અશોકભાઈ પટેલ અને અન્યના કેસમાં ચાલી રહેલી તપાસના સંદર્ભમાં મોટું ઓપરેશન હાથ ધર્યું છે.

ગેરકાયદેસર રીતે વ્યક્તિઓને મોકલવાના આ આંતરરાષ્ટ્રીય રેકેટમાં સંડોવાયેલા આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરતાં ઈડ્ઢએ મુંબઈ, નાગપુર, ગાંધીનગર અને વડોદરામાં ૮ સ્થળોએ સર્ચ ઓપરેશન કર્યું હતું. આ સમગ્ર ઘટનાક્રમમાં એવું બહાર આવ્યું છે કે આરોપીઓએ એક સુનિયોજિત કાવતરું રચીને લોકોને કેનેડા મોકલ્યા બાદ ગેરકાયદેસર રીતે અમેરિકા પહોંચાડતા હતા. આ રીતે તેઓ ગેરકાયદેસર રીતે વ્યક્તિઓને વિદેશ મોકલવાનો ગુનો કરી રહ્યા હતા. ઈડ્ઢની કાર્યવાહી દરમિયાન મળેલી માહિતી અનુસાર, સર્ચ ઓપરેશન દરમિયાન અન્ય વિવિધ ગુનાહિત દસ્તાવેજાે, ડિજિટલ ઉપકરણો અને ૦૨ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, આરોપીઓના બેંક ખાતામાં રૂ. ૧૯ લાખની રકમ ફ્રીઝ કરવામાં આવી છે. આ ઓપરેશન દ્વારા ઈડ્ઢએ ગેરકાયદેસર રીતે વ્યક્તિઓને વિદેશ મોકલવાના આંતરરાષ્ટ્રીય રેકેટને મોટો ફટકો માર્યો છે. આ મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે.

Related Posts