વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ આદર્શ આચારસંહિતા સમગ્ર જિલ્લામાં અમલી છે. અમરેલી જિલ્લાની તમામ વિધાનસભા બેઠકોની સામાન્ય ચૂંટણીનું મતદાન તા.૦૧ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ યોજાશે. તા. ૫ ડિસેમ્બર,૨૦૨૨ને સોમવાર સાંજના પ.૩૦ વાગ્યા સુધી EXIT POLL પર ચૂંટણી પંચ દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે તથા મતદાન પુરું થવાના કલાક સાથે પૂર્ણ થતાં ૪૮ કલાકના સમય દરમિયાન OPINION POLL પર પણ પ્રતિબંધ રહેશે. ચૂંટણી સંબંધી સામગ્રી કોઈપણ ઇલેક્ટ્રોનિક માધ્યમો પરથી પ્રસારિત કરવા બાબતે આ પ્રતિબંધો લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૨૬એ અને (૧)(બી) હેઠળ મૂકવામાં આવ્યા છે. રાજ્યમાં સમાચાર સાથે સંકળાયેલ સંસ્થાઓ અને માધ્યમકર્મીઓને એ બાબતે કાળજી લેવાની રહેશે, તેમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી, અમરેલીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
OPINION POLL અને EXIT POLL પર પ્રતિબંધ


















Recent Comments