અમરેલી

પારનેરા ડુંગર વલસાડ આરોહણ-અવહોરણ સ્પર્ધા ભાગ લેવાની તક : તા.૧૦ ડિસેમ્બર સુધીમાં પ્રવેશ ફોર્મ જમા કરાવવું

કમિશ્નરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગરના દ્વારા રાજ્યકક્ષાના પારનેરા ડુંગર વલસાડ આરોહણ-અવહોરણ સ્પર્ધા (સિનિયર વિભાગ ૧૯ થી ૩૫ વર્ષ) ડિસેમ્બર માસના ચોથા અઠવાડિયા અથવા જાન્યુઆરી માસના પ્રથમ અઠવાડિયામાં યોજનાર છે.

આ સ્પર્ધામાં અમરેલી જિલ્લા ખાતેના શૈક્ષણિક તેમજ વિવિધ મંડળોમાંથી સ્પર્ધકો ભાગ લેવા ઈચ્છતા હોય તેઓએ તા.૧૦/૧૨/૨૦૨૫ સુધીમાં પ્રવેશ ફોર્મ મેળવી સરદાર પટેલ રમત સંકુલ, ગોળ દવાખાનાની બાજુમાં ચિતલ રોડ, અમરેલી ખાતે સ્થળ પર રૂબરૂ પહોંચતા કરવાના રહેશે. સ્પર્ધકોને સ્પર્ધામાં સ્વ ખર્ચે આવવાનું રહેશે. પ્રવાસ ખર્ચ મળવાપત્ર નથી. વધુ જાણકારી માટે નં.૦૨૭૯૨-૨૯૯૦૬૧ પર સંપર્ક કરવો, તેમ જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

Related Posts