વડોદરામાં ડી.સી.પી કરણરાજ વાઘેલા સહિત ૫ પોલીસકર્મીઓ સામે સમન્સ કાઢવા હુકમ
ચાર વર્ષ પૂર્વે વડોદરા પોલીસ દ્વારા ભાવનગરમાં વેપારીની દુકાનમાં જ મારામારી કરવામાં આવી હતી ચાર વર્ષ પૂર્વે વડોદરાના ઠગાઈના એક કેસમાં ભાવનગરના વેપારીનું નિવેદન લેવા ગયેલી વડોદરા પોલીસે વેપારીને ભાવનગરમાં અને ત્યારબાદ વડોદરા લાવી ઢોર માર મારતા તત્કાલીન ડીસીપી કરણરાજ વાઘેલા, ઁજીૈં સહિત પાંચ પોલીસકર્મીઓ સામે કોર્ટમાં ફરિયાદ કરી હતી. વેપારીએ પોતાની દુકાનના સીસીટીવી સહિતના પુરાવા કોર્ટમાં રજૂ કરતા વડોદરા કોર્ટે ૈંઁજી કરણરાજ વાઘેલા સહિત પાંચ પોલીસકર્મીઓ સામે સમન્સ કાઢવા હુકમ કર્યો છે. ચાર વર્ષ પૂર્વે વડોદરા પોલીસ દ્વારા ભાવનગરમાં વેપારીની દુકાનમાં જ મારામારી કરવામાં આવી હતી
તેના સીસીટીવી પણ હાલ સામે આવ્યા છે. જેમાં પોલીસકર્મીઓ સિવિલ ડ્રેસમાં વેપારીને ઢોર માર મારતા જાેવા મળી રહ્યા છે.આ બનાવ અંગેની માહિતી આપતા ધારાશાસ્ત્રી દર્શન પટેલે જણાવ્યું હતું કે, ભાવનગર ખાતે ઘોઘારોડ પર લિંબડીયુમાં રહેતા આશિષકુમાર લાલજીભાઇ ચૌહાણ રિદ્ધિ – સિદ્ધિ એપાર્ટમેન્ટમાં શક્તિ કોમ્પ્યુટર નામની દુકાન ચલાવે છે. ૨૯ નવેમ્બર ૨૦૨૦ના રોજ આશિષભાઇ ચૌહણ તથા તેમના કારીગર પરવેઝ હાજર હતા. તે દરમિયાન માંજલપુર પોલીસ સ્ટેશનના પૂર્વ પીએસઆઇ બી. એસ. સેલાણા તથા તેમની સાથે અમરદીપસિંહ પ્રતાપસિંહ ચૌહાણ, હેડ કોન્સ્ટેબલ ઠાકોરભાઇ શનાભાઇ પાટણવાડિયા, એએસઆઇ મેહુલદાન ખીમરાજભાઇ સિવિલ ડ્રેસમાં આવ્યા હતા. દરમિયાન વેપારી આશિષ ચૌહાણ ઉપર ઠગાઇનો આરોપ મૂકી તેમની સાથે લઇ જવા માટે ગાળો આપી કારમાં બેસી જવા માટે ધમકી આપી હતી.
જેથી વેપારી તેમના પિતાને ફોન કરવા જતા પોલીસવાળાએ તેમને માર માર્યો હતો. કારીગર બચાવવા જતા તેને પણ લાફો મારી દીધો હતો. વેપારીની ટીંગાટોળી કરીને ઊંચકીને દુકાનમાંથી બહાર લાવી માર મારીને કારમાં અપહરણ કરીને અડધા કલાક સુધી ફેરવીને ગંગાજળિયા તળાવ પોલીસ મથકથી ઘોઘારોડ પોલીસ સ્ટેશન લઇ ગયા બાદ પણ માર માર્યો હતો. ત્યાં છોડાવવા પહોંચેલા તેમના ભાઇ ભાવેશને પણ પોલીસે ફટકાર્યો હતો.દરમિયાન આશિષભાઇને માંજલપુર પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં પીએસઆઇ બી. એસ. સેલાણાએ હાથકડી બાંધ્યા બાદ દીવાલ પર લગાવેલા કડામાં ભેરવી પીવીસી પાઇપથી ઢોર માર માર્યો હતો. ત્યારબાદ પૂર્વ જે તે સમયના ડીસીપી કરણરાજસિંહ વાઘેલાએ પણ ઢોર માર માર્યો હતો.
વેપારીને માર માર્યા બાદ પોલીસ અધિકારીઓએ પોલીસ ફરિયાદ નહીં કરવા માટે ધમકી આપી હતી. વેપારી આશિષભાઇ ચૌહાણે કોર્ટમાં સીસીટીવી ફૂટેજ સાથે તત્કાલીન ડીસીપી, પીએસઆઇ સહિત ૫ પોલીસકર્મીઓ સામે કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. કોર્ટે પૂર્વ ડીસીપી કરણરાજસિંહ વાઘેલા, પૂર્વ પીએસઆઇ બી.એસ. સેલાણા, પોલીસ કર્માચરીઓ અમરદીપસિંહ પ્રતાપસિંહ ચૌહાણ, ઠાકરભાઇ શનાભાઇ, મહેલુદાન ખીમરાજભાઇ વિરુદ્ધ ફોજદારી અધિનિમય કલમ ૨૦૪ મુજબ ૧૮ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ સમન્સ કાઢવા હુકમ કર્યો છે. ધારાશાસ્ત્રીએ જણાવ્યું હતું કે, આશિષભાઇ ચૌહાણની દુકાન બહાર કાર લે – વેચનો સોદો થયો હતો. જે કાર ચોરીની હતી. જે ચોરાયેલી કાર અંગે વડોદરા માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. જે ગુનામાં આશિષભાઇ ચૌહાણની સંડોવણી હોવાનો આરોપ મૂકી આશિષભાઇ ચૌહાણને વડોદરા માંજલપુર પોલીસ અપહરણ કરીને લઇ આવી હતી.
Recent Comments