અમદાવાદના મણીનગરની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાના ગંભીર કેસ બાદ ગુજરાત હાઇકોર્ટે એક અત્યંત મહત્વનું અને પ્રગતિશીલ સૂચન કર્યું છે. શાળાને મળેલી નોટિસ મામલે હાઈકોર્ટમાં થયેલી અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં મૃત વિદ્યાર્થીની સ્મૃતિમાં શાળાને હાઈકોર્ટે આદેશ કર્યો છે. હાઈકોર્ટે શાળાને 10 ટકા જેટલા વિદ્યાર્થીઓનું શિક્ષણ સામાન્ય ફીમાં આપવા આદેશ કર્યો છે. સાથે જ દર વર્ષે 1000 જેટલા વિદ્યાર્થીઓનો પ્રવેશ નજીવી ફીમાં કરવા સૂચન પણ આપ્યું છે. હાઈકોર્ટે એવું પણ કહ્યું કે, શાળાએ સ્કૂલ સેફ્ટી પોલિસીની ચુસ્ત અમલવારી કરવાની રહેશે.
આ ઉપરાંત, DEO અને કમિશનર ઓફ સ્કૂલ્સને પણ પૂરતો સહકાર આપવા હાઈકોર્ટે આદેશ કર્યો છે. શાળાએ સ્કૂલ સેફ્ટી પોલિસીની ચુસ્ત અમલવારી કરવાની રહેશે. સ્કૂલમાં CCTV અને સુરક્ષાની જવાબદારી શાળાની રહેશે. ઉપરાંત, શાળા ફિઝિકલ મોડમાં શરૂ કરવા અંગે વિચારણા કરાશે અને DEO એ બનાવેલ કમિટીમાં મૃતક વિધાર્થીના વાલી રચનાત્મક અને સુધારાત્મક સૂચનો આપી શકશે તેમ હાઈકોર્ટે જણાવ્યું છે. આગામી સુનાવણી 24 સપ્ટેમ્બરનાં રોજ હાથ ધરાશે.
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં 19મી ઓગસ્ટે શાળા કેમ્પસની બહાર નયન નામના વિદ્યાર્થીની હત્યા થઈ હતી, જે બાદ શાળા સંચાલકો સામે વાલીઓનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ ગંભીર ઘટનામાં શાળાને નોટિસ પાઠવવામાં આવી હતી, જે મામલે હાઈકોર્ટમાં અરજી થતાં આજે સુનાવણી હાથ ધરાઈ છે. હાઈકોર્ટે મૃત વિદ્યાર્થીની સ્મૃતિમાં સેવેન્થ ડે સ્કૂલને સૂચન કર્યું છે કે 10 ટકા જેટલા વિદ્યાર્થીઓનું શિક્ષણ સામાન્ય ફીમાં આપવા આવે અને દર વર્ષે 1000 જેટલા વિદ્યાર્થીઓનો પ્રવેશ નજીવી ફીમાં કરવા આવે.
Recent Comments