fbpx
અમરેલી

લાઠી ની શાખપુર હાઈસ્કૂલમાં એગ્રિકલ્ચર ટ્રેડ વિદ્યાર્થીઓ માટે ઓર્ગેનિક ખેતી માર્ગદર્શન  સેમિનાર નું સફળ આયોજન થયું

સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા – શાખપુર માં ”ઓર્ગેનિક ખેતી” અને “અળસિયા ખાતર”ના મહત્વ પર એક સફળ સેમિનાર યોજાયો.
આ સેમિનારે પર્યાવરણ સંરક્ષણ અને સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી તરફ શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ખેડૂતોમાં મહત્વપૂર્ણ જાગૃતિ ઊભી થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.સેમિનારમાં મુખ્ય વક્તા સાર્થક ભાઈ અશ્વિનભાઈ ઠાકર રહ્યા, તેમણે ઓર્ગેનિક ખેતીના ફાયદા અને વર્મી કમ્પોસ્ટ નો ઉપયોગ, જમીનની ઉપજ ક્ષમતામાં વૃદ્ધિ, માવજત અને સંવર્ધનમાં કેવી રીતે મદદરૂપ થાય છે તે વિશે વિસ્તૃત માહિતી સમજણ આપી હતી. તેમણે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન, જીવંત ઉદાહરણ અને પ્રશ્નોત્તરી દ્વારા એગ્રી ટ્રેડના વિદ્યાર્થીઓના તમામ પ્રશ્નોના યોગ્ય રીતે ઉતરો આપ્યાં હતાં
વિશેષ રીતે, વિદ્યાર્થીઓને વર્મી કમ્પોસ્ટ ની પ્રક્રિયા અને તેની અસરકારકતાનું પ્રદર્શન ખૂબ જ રસપ્રદ લાગ્યું. શાળાના તમામ સ્ટાફે આ પદ્ધતિ તેમના દૈનિક જીવનમાં અપનાવવા નો સંકલ્પ લીધો.આ સેમિનાર પર્યાવરણપ્રેમી ખેતી પદ્ધતિઓ માટે શાળાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ પ્રકલ્પ થી ઘણા પરિવારો પ્રેરિત થશે તેવી ઉજળી સંભાવના છે. શાળાના પ્રિન્સિપાલ સુનિલકુમાર ગોયાણી, વોકેશનલ ટ્રેઇનર જાગૃતિબેન તથા તમામ શિક્ષકોના સહકારથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો. તેમ રિપોર્ટર યશપાલ વ્યાસ ની યાદીમાં જણાવેલ છે.

Follow Me:

Related Posts