તા.૨૫ ફેબ્રુઆરીએ આઇ.ટી.આઇ રાજુલા ખાતે એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન

રાજુલા ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઇ.ટી.આઇ) દ્વારા આગામી તા.૨૫ ફેબ્રુઆરી, ૨૦૨૫ મંગળવારના રોજ એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજુલા આઇ.ટી.આઇ. મુકામે તા.૨૫ ફેબ્રુઆરી, ૨૦૨૫ મંગળવારના રોજ સવારે ૧૦.૩૦ કલાકથી યોજનાર આ ભરતી મેળામાં ગુજરાત સિમેન્ટ વર્ક્સ (અલ્ટ્રાટેક સિમેન્ટ) કોવાયા દ્વારા આઇ.ટી.આઇ (કોપા, ફીટર, ઇલેક્ટ્રીશિયન) ડિપ્લોમા એન્જિનિયરિંગ (સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, કોમ્યુટર) બી.એસ.સી (કેમેસ્ટ્રી) એમ.બી.એ (એચ.આર.) ની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકશે.
ભરતીમેળામાં ભાગ લેવા ઇચ્છુક ઉમેદવારોએ www.apprenticeshipinidia.gov.in પોર્ટલ પર કેન્ડિડેટ (ઉમેદવાર) તરીકે રજિસ્ટ્રેશન કરાવવું તેમ રાજુલા ઔદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્યશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
Recent Comments