ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા અને અમરેલી જિલ્લા વહીવટી તંત્રની રાહબરી હેઠળ તેમજ અમરેલી જિલ્લા યુવા વિકાસ કચેરી, અમરેલી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કચેરી દ્વારા કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. તાલુકા અને જિલ્લા કક્ષાએ યોજાનાર સ્પર્ધાઓ માટે ઓફ લાઈન રજિસ્ટ્રેશન ફોર્મ ડિસેમ્બર-૨૦૨૪ની તા.૦૧ થી તા.૨૦ દરમિયાન થશે. કલા મહાકુંભમાં વિવિધ ૩૭ સાંસ્કૃતિક કૃતિઓમાં ચાર વયજૂથ છે. વયજૂથ ૬ થી ૧૪ વર્ષ, ૧૫ થી ૨૦ વર્ષ, ૨૧ થી ૫૯ વર્ષ અને ૬૦ વર્ષથી ઉપરના વયજૂથમાં સ્પર્ધા યોજાશે.
તાલુકા કક્ષાએથી શરુ થતી ૧૪ કૃતિમાં, સુગમ સંગીત, સમૂહગીત, લગ્નગીત, લોકગીત/ભજન, ગરબા, લોકનૃત્ય, રાસ, એકપાત્રીય અભિનય, તબલા, હાર્મોનિયમ(હળવું), ભરતનાટ્યમ, વકતૃત્વ, ચિત્રકલા અને નિબંધ સ્પર્ધા છે. સીધી જિલ્લા કક્ષએથી શરુ થતી ૦૯ કૃતિમાં, સ્કૂલબેન્ડ, લોકવાર્તા, દુહા-છંદ-ચોપાઈ, કથ્થક, કાવ્યલેખન, ગઝલ-શાયરી, સર્જનાત્મક કારીગરી, શાસ્ત્રીય કંઠ્ય સંગીત (હિન્દુસ્તાની) અને ઓર્ગન, તેમજ સીધી પ્રદેશ કક્ષાએથી શરુ થતી ૦૭ સ્પર્ધાઓમાં ઓડ્ડીસી, મોહીનીઅટ્ટમ, કુચીપુડી, સિતાર, ગીટાર, વાયોલીન, વાંસળી અને સીધી રાજ્યકક્ષાએથી શરુ થતી ૦૭ સ્પર્ધાઓમાં, પખવાજ, મૃદંગમ, સરોદ, સારંગી, ભવાઈ, જોડિયાપાવા, રાવણ હથ્થો સહિતની કૃતિઓ યોજાશે.
તાલુકા કક્ષાએથી તાલુકા કન્વીનરની નિમણુક કરવામાં આવી છે. વધુમાં વધુ કલાકારો આ સ્પર્ધામાં ભાગ લે તે માટે તમામ શાળાઓ, કોલેજો તથા વિવધ સંસ્થાઓમાં અને અભ્યાસ કરતા કે ન કરતા હોય તેવા કલાકારોએ તાલુકા કન્વીનરનો સંપર્ક કરવો. સંબંધિત તાલુકાના કલાકારોએ તેમનું અરજીફોર્મ જે-તે તાલુકાનાં કન્વીનરશ્રીઓને પહોંચાડવું.
અમરેલી તાલુકાના સ્પર્ધક કલાકારોએ, અમરેલી દીપક હાઈસ્કૂલ-કન્વીનરશ્રી પ્રકાશભાઈ જોષી, બગસરા તાલુકાના સ્પર્ધક કલાકારોએ બગસરા મેઘાણી હાઈસ્કૂલ – કન્વીનર શ્રી વિનોદભાઈ જેઠવા, રાજુલા તાલુકાના સ્પર્ધક કલાકારોએ રાજુલા શ્રી ટી.જે.બી.એસ ગર્લ્સ સ્કૂલ – કન્વીનર શ્રીમતી સીમાબેન પંડ્યા, જાફરાબાદ તાલુકાના સ્પર્ધક કલાકારોએ જાફરાબાદ પારેખ અને મહેતા હાઇસ્કૂલ ખાતે કન્વીનર શ્રી વિમલભાઈ અગ્રાવત, કુંકાવાવ-વડીયા તાલુકાના સ્પર્ધક કલાકારોએ વડીયા શ્રી સુરગવાળા સાર્વજનિક હાઇસ્કૂલ કન્વીનર શ્રી એમ.જી.મોરી, ખાંભા તાલુકાના સ્પર્ધક કલાકારોએ ખાંભા જે.એન.મહેતા હાઈસ્કૂલ કન્વીનર શ્રી અજીતસિંહ ગોહિલ, બાબરા તાલુકાના સ્પર્ધક કલાકારોએ વાંડળીયા જ્ઞાનજ્યોત વિદ્યાલય ખાતે કન્વીનર શ્રી હરેશભાઈ વડાવીયા, ધારી તાલુકાના સ્પર્ધક કલાકારોએ ધારી શ્રી જી.એન.દામાણી હાઇસ્કૂલ કન્વીનર શ્રી માનસિંહભાઈ બારડ, સાવરકુંડલા તાલુકાના સ્પર્ધક કલાકારોએ સાવરકુંડલા તાલુકા યુવક મંડળ, સાંઈદર્શન કોમ્પલેક્ષ, મણીભાઈચોક, સાવરકુંડલા શ્રી ધર્મશંકરભાઈ ભટ્ટ, લીલીયા તાલુકાના સ્પર્ધક કલાકારોએ ક્રાંકચ શ્રી માધ્યમિક શાળા કન્વીનર શ્રી શીતલબેન ભટ્ટ, લાઠી તાલુકાના સ્પર્ધક કલાકારોએ લાઠી શ્રીમતિ એન.એચ.સંઘવી કન્યા વિદ્યાલય ખાતે કન્વીનર શ્રી દર્શનાબેન ગીડાને જમા કરાવવા.
કલા મહાકુંભની વિગતવાર ફોર્મ નિયમો કચેરીના બ્લોગ એડ્રેસ dydoamreli.blogpost.com પરથી અને જે તે તાલુકાનાં કન્વીનરશ્રી પાસેથી તેમજ અમરેલી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કચેરી, બહુમાળી ભવન, બ્લોક-સી, રુમ નં.૧૧૦/૧૧૧, પ્રથમ માળથી મેળવી શકાશે, તેમ અમરેલી જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી વી.બી.પરમારે એક અખબારી યાદીમાં જણાવ્યું છે
Recent Comments