અમરેલી

લાઠી ના ચાવંડ ખાતે પુરુષ નસબંધી કેમ્પ નું આયોજન

લાઠી ના ચાવંડ ખાતે પુરુષ નસબંધી કેમ્પ નું આયોજન લાઠી તાલુકા ના ચાવંડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પુરુષ નસબંધી કેમ્પ નું આયોજન કરવા માં આવેલ હતું. વિશ્વ વસ્તી પખવાડિયા અંતર્ગત જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો. રષ્મિકાંત જોશી, ડો. અખિલેશ કુમાર સિંગ, ડો. એ કે સિંગ, ડો. આર કે જાટ અને તાલુકા આરોગ્ય અધિકારી ડો. આર આર મકવાણા ની ઉપસ્થિતિ માં ભાવનગર ના સર્જન ડો. બોરીચા દ્વારા ૬ પુરુષો નું વાઝેકટોમી ઓપરેશન કરી કાયમી કુટુંબ નિયોજન પદ્ધતિ થી નસબંધી કરવા માં આવેલ હતું. તમામ લાભાર્થી ને પોષક કિટ નું વિતરણ કરવા માં આવ્યું હતું. સમગ્ર કેમ્પ નું આયોજન ડો. મુકેશ સિંગ અને આરોગ્ય કેન્દ્ર ના સ્ટાફ દ્વારા કરવા માં આવેલ હતું.

Related Posts