જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ભાવનગર દ્વારા તા.૨૭/૧૧/૨૦૨૪ નાં રોજ સવારે ૧૧:૦૦ કલાકે જિલ્લા રોજગાર વિનિમય કચેરી,એફ- ૫/૬, બહુમાળી ભવન, ભાવનગર ખાતે રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં સેલ્સ ટ્રેની,સુપેરવાઇઝર, ઓફિસ બોય, ફ્લોર હૉસ્ટેસ, કોમ્પ્યુટર ઓપરેટર તથા એજન્ટની જગ્યા માટે ખાનગી કંપનીનાં નોકરીદાતા દ્વારા જરૂરીયાત મુજબ ૧૨ પાસ તેમજ ગ્રેજ્યુએટની શૈક્ષણિક લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૪૦ વર્ષ સુધીની ઉંમર ધરાવતા ઉમેદવારોની નોકરી માટે પસંદગી કરવામાં આવનાર હોય,જોબફેરમાં ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારોને બાયોડેટા / રીઝયુમની ૦૫ ઝેરોક્ષ, તમામ પ્રમાણપત્રોની નકલ સાથે ઉપસ્થિત રહેવા તેમજ નોકરીદાતા, જગ્યા અને જરૂરી લાયકાત અંગેની વિસ્તૃત માહિતી માટે અત્રેની કચેરીની telegram ચેનલ EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG)ની મુલાકાત લેવા જિલ્લા રોજગાર અધિકારીશ્રી,ભાવનગર દ્વારા જણાવ્યું છે.
ભાવનગર રોજગાર વિનિમય કચેરી ખાતે તા.૨૭ નવેમ્બરના રોજ ભરતીમેળાનું આયોજન


















Recent Comments